અમદાવાદ,તા.૨૭
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે.સોમવારે મધરાતના બે થી સવારના દસ સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં મુશળાધાર વરસાદ વરસ્યો હતો.જેના પરીણામે એક ડઝનથી પણ વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રાત્રિના સમયે ઉત્તરઝોનમાં ભારે વરસાદ ખાબકયો હતો.જેના પરીણામે નરોડામાં ૩૧ મી.મી.,મેમ્કોમાં ૩૦ મી.મી.,કોતરપુરમાં ૨૮ મી.મી.,પશ્ચિમઝોનમાં ચાંદખેડામાં ૪૨ મી.મી.,રાણીપમાં ૩૪ મી.મી.,ઉસ્માનપુરામાં ૨૩.૫૦ મી.મી.,ચકુડીયામાં ૨૮.૫૦ મી.મી.,ઓઢવમાં ૨૮ મી.મી.,વિરાટનગરમાં ૨૫.૫૦ મી.મી.,ગોતામાં ૨૮.૫૦ મી.મી.,બોડકદેવમાં ૨૪.૫૦ મી.મી.,દાણાપીઠમાં ૨૮ મી.મી.,દુધેશ્વરમાં ૨૨.૫૦ મી.મી.,સરખેજમાં ૨૫ મી.મી.,મણિનગરમાં ૨૯ મી.મી.,વટવામાં ૨૧.૫૦ મી.મી.જેટલો નોંધપાત્ર વરસાદ થયો છે.શહેરમાં ૨૪ કલાકમાં સરેરાશ ૨૮.૧૩ મી.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૫૩૫.૮૫ મી.મી.(૨૧.૧૦ ઈંચ) થવા પામ્યો છે.
શહેરમાં સોમવારે રાતે ૨ કલાકે વાસણા બેરેજનું લેવલ ૧૩૩ ફૂટ જેટલુ નોંધાતા નર્મદા મુખ્ય કેનાલમાંથી ૧૦૭૮ કયુસેક પાણીની આવક તથા કેનાલમાં ૯૪૦ કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી.રાતના બેથી સવારના દસ સુધીમાં શહેરમાં થયેલા વરસાદ બાદ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદીમાં પાણીના લેવલને જાળવી રાખવા સવારે દસ કલાકે વાસણા બેરેજના બે દરવાજા ગેટ નંબર-૨૧ અને ૨૩ ત્રણ ફૂટ અને અને ગેટ નંબર ૨૬ અને ૨૮ બે ફૂટ છ ઈંચ ખોલીને નદીમાં ૮૮૪૬ કયુસેક અને કેનાલમાં ૭૩૫ કયુસેક પાણીનો નિકાલ કરાયો છે.