અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 15 હજાર વેપારીઓ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીને સાથે અસંખ્ય ઇનામો અને બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેનો લાભ લેવા માટે દરેક ખરીદદાર ખરીદીની સાથે સાથે અચુક પોતાની ઇનામી કૂપન લેવાનો દુકાનદાર પાસે આગ્રહ રાખે. પોતાનો મોબાઇલ નંબર જે તે દુકાનદારને આપીને મોબાઇલમાં આ કૂપન મેળવવાની છે અને જેનો રોજબરોજ ડ્રો કરવામા આવશે. જેમાં નાના મોટા 960 અને 21 બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેની વિગતો શોપિંગ ફેસ્ટિવલની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવાથી મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું
દરરોજ રાત્રે રિવર ફ્રંટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવેલ છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી અમદાવાદ શોપીગ ફેસ્ટિવલ જાન્યુઆરી ૧૮ થી ૨૮ સુધી યોજાનાર છે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ૧૫૦૦૦ થી વધુ વેપારીઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને જે ગ્રાહકને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહેલ છે. આ ઉપરાંત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજીસ્ટર્ડ વેપારી પાસેથી ખરીદી કરનાર ગ્રાહકને દર રૂ,500 ની ખરીદી ઉપર એક ઇનામી કુપન પણ આપવામા આવે છે. જેમા ગ્રાહકને કરોડો રૂપિયાના ઇનામો જીતવાની તક પ્રાપ્ત થાય છે .