અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.એમ.એમ.પ્રભાકર સેવાનિવૃત્ત થતાં તેમનું સન્માન  કરાયું

અમદાવાદ,તા.02

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર વયમર્યાદાને કારણે આજે નિવૃત થયા છે.  અસારવા વિસ્તારના  આગેવાનો, સામાજિક કાર્યકરોએ સાફો પહેરાવી – ફુલહારથી તેમનું  સન્માન કરેલું હતું.સિવિલ હોસ્પિટલના  ડૉક્ટરો,  દ્વારા ડૉ. એમ. એમ. પ્રભાકરનું સન્માન કરવામાં આવ્યુ હતું.  સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી વધારે સમયથી સુપ્રીટેન્ડેન્ટ તરીકે તેમણે  દિર્ઘકાલીન સેવા આપી છે. નિડરતા કેળવી અને તમામને મદદરૂપ બનતા નિખાલસ, નિડર, સ્પષ્ટ વક્તા, કુનેહપૂર્વક કુશળ વહીવટની છાપ ધરાવતા ડૉ. પ્રભાકરની સેવા નિવૃત્તીથી ન્યુ સિવિલ હોસ્પિટલમાં તેમની   ખોટ વર્તાશે. ન્યુ સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરવામાં ખૂબ તનતોડ મહેનતની સાથે હોસ્પિટલનું નામ એશિયામાં ગુંજતુ કરનાર ડૉ. પ્રભાકરની સેવા અવિસ્મરણીય રહેશે.