અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી અન્વયે 66 જેટલા કામો કરવાના છે જેમાં 24 કામો પૂરા થયા છે જ્યારે 42 બાકી કામો અનુસંધાને કેટલી સક્ષમ સત્તાઓ ની મંજૂરી થતા પ્રોજેક્ટ અનુસંધાને તાકીદે પૂર્ણ કરવાના છે જેની કાર્યવાહી ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે લેખિતમા પૂછેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતના પ્રશ્ને શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે તારીખ 31- 5- 2019 સુધીમા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં એરિયા બેઝ્ડ ડેવલોપમેન્ટ માટેના 26 અને પાન સિટીના 40 એમ કુલ 66 કામો કરવાના થાય છે. જેના અનુસંધાને 24 કામો રુપિયા 993. 75 કરોડના ખર્ચે પુરા કરવામાં આવ્યા છે અને ૪૨ કામો પ્રગતિના વિવિધ તબક્કા હેઠળઙ છે બાકી રહેતા કામો સક્ષમ સત્તાની મંજુરી તથા પ્રોજેક્ટની નિયત સમયમર્યાદા અનુસાર તાકીદે પૂર્ણ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે