અમદાવાદ એરપોર્ટના રન-વે પર પ્રાણીઓ ખાસ કરીને કુતરા આવી જતાં હોય છે તેને આવતાં અટકાવવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ રૂ.50 કરોડના ખર્ચે આધુનિક ઈઝરાયલની સિસ્ટમ પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે.
અમદૃાવાદૃ એરપોર્ટના રન-વેની આસપાસની દિવાલ પરથી કુદીને આવતાં વાંદરા અને કુતરાઓનો વીડિયો રેકોર્ડ થઈ જશે અને તરંત એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં આવેલી સિસ્ટમ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એક વર્ષમાં લગાવવામાં આવશે. આ સિસ્ટમ માટે એરપોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલાયો હતો, જે પાસ થઇ ગયો છે.