અમદાવાદ RTOની નકલી રસીદો પકડી પણ કૌભાંડ દબાઈ ગયું

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી ટ્રાફિક પોલીસે પકડેલા વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું હતું. RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી નામનો ઠગ રીઢો ગુનેગાર હતો અને અગાઉ આવા 500 વાહનોને તેણે છોડાવ્યા હતા. જેની સંડોવણી આટરીઓ અધિકારી સાથે છે કે કેમ તેની તપાસ કરવા માટે પોલીસે કહ્યું હતું પણ હજું સુધી 22 જાન્યુઆરી 2020 સુધીમાં આ કૌભાંડની તપાસ જાહેર કરવામાં આવી નથી. વ્યાપક કૌભાંડ હોવાની પૂરી શક્યતા છે. છતાં તે અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ગોમતીપુર પોલીસે ડુપ્લીકેટ પાવતી બનાવનાર એજન્ટની ધરપકડ કરી હતી. વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ મેમો આપે છે. પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ પાવતી આપી છેતરપિંડી પણ થઈ તે સ્ટાફની મદદ વગર થઈ શકે નહીં. પોલીસેે  આ રેકેટમાં આરટીેઓ કચેરીના કર્મચારીઓ કે પછી પોલીસની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પછી બધું દબાઈ ગયું છે.

આરોપી એજન્ટે રૂપિયા 5800નો દંડ વસૂલી અને ખોટી પાવતી રીક્ષા ચાલકને આપી હતી. 30 લાખનું આ કૌભાંડ હોવાનું માનવામાં આવે છે. તે આરટીઓ દ્વારા પકડાવું જોઈતું હતું પણ પોલીસે રીક્ષાને ડીટેન કરતાં તેની પહોચમાં આપેલા બારકોડ સ્કેન કરતા તે કોટને મોબાઈલ ફોનમાં રીડ થઈ ન શકતાં આ કૌભાંડ સામે આવ્યું હતું.

રીક્ષાચાલકની રીક્ષા પોલીસે ડિટેઇન કરી તેને છોડાવવા માટે RTO એજન્ટ ગુલઝારે સોનીની ચાલીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર સમીર અહેમદની પોલીસે ડિટેન કરેલી રિક્ષા છોડાવવા ડિટેન મેમો લઇ અને RTOની નકલી પાવતી આપી હતી. મેમો ભરવાને બદલે ડુપ્લીકેટ પાવતી પધરાવી હતી. બાપુનગરના સુંદરમનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને પોતાને RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારીનું નામ સામે આવ્યું હતું.

ગુલઝારે અન્ય કેટલાય વાહન માલિકો પાસેથી પૈસા વસૂલી ખોટી પાવતી આપી છે તેની તપાસ હાથ ધરાઇ હતી. જેની વિગતો બહાર આવી નથી. RTO કર્મચારી પણ આ કૌંભાડમાં સંડોવાયેલો છે કે, કેમ તે અંગે RTOને પોલીસે જાણ કરી વધુ તપાસ હાથ ધરવા કહ્યું હતું.

ટ્રાફિક પોલીસ રીસીપ્ટ તપાસી શકતી નથી

આરટીઓની રસીદ સાચી છે કે ખોટી તે તપાસવાનું ટ્રાફિક પોલીસ પાસે કોઈ માધ્યમ નથી. તેનો લાભ લઈ આરોપીઓ સરકાર સાથે છેતરપિંડી કરે છે અને જે દંડ સરકારમાં જમા થવો જોઈએ તે આરોપી મેળવી લે છે અને ગુનાને અંજામ આપે છે. જો ગુનાની વાત કરીએ તો, રીક્ષાચાલકની રીક્ષા ડિટેઇન થતાં તેણે આ પકડાયેલા એજન્ટની સાથે મુલાકાત થઇ અને તેણે ડુપ્લીકેટ રસીદ આપી હતી.

ઘરમાં જ નકલી રસીદ છાપતો

આરોપીએ આરટીઓની નકલી રસીદો પોતાના ઘર જ કમ્પ્યુટરમાં બનાવી હતી. પોલીસે તેના ઘરેથી કમ્પ્યુટર અને આરટીઓ અધિકારીના રબ્બર સ્ટેમ્પ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જેલમાંથી છૂટીને ફરી ગુનો કર્યો

આરોપી સામે અગાઉ અસલાલી તથા રાણીપ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો હતો જેમાં આ પ્રમાણે ૫૦૦ જેટલી નકલી રસીદો બનાવીને કૌભાડ આચર્યું હતું.  જૂન મહીનામાં  તે ગુનામાં જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો, ત્યારબાદ  બનાવટી ચાર રસીદો આપીને વાહનો છોડાવ્યા હોવાની કબુલાત કરી છે.

બીજુ એક કૌભાંડ

ટોઈંગ કરેલા વાહનોના માલિકોને RTOની નકલી રસીદો અને સર્ટિફિકેટ આપીને વાહન માલિકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો અમદાવાદ સાઈબર ક્રાઈમે પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ટોઈંગ સ્ટેશનની નજીકમાં જ બેસતા હતા. ટોઈંગ કરેલા વાહન માલિકોને શિકાર બનાવીને નકલી રસીદ અને પ્રમાણ પત્રો આપતા હતા.

ગેંગનો માસ્ટર માઈન્ડ અનવર શેખ RTOમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે અશફાક, ઈસ્માઈલ અને કાળું ભરવાડ પાસે તે જે વાહન ચાલકોના વાહન ડિટેઈન થયા હોય તેના વાહન માલિકોના મેમોની નકલના આધારે RC બુક મેળવતો હતો. આ તમામ વિગતો અનવર તાહિર મિર્ઝાને આપતો હતો. આ RC બુકના આધારે તાહિર મિર્ઝા RTOનું નકલી સર્ટિફિકેટ આપતો હતો અને આ સર્ટિફિકેટમાં RTOના ખોટા સહી અને સિક્કાઓ મારતો હતો. જેના કારણે પોલીસને સર્ટિફિકેટ પર કોઈ પણ ડાઉટ ન જાય. હાલ આ ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે.

પોલીસે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે મેમો આપે છે ત્યારે વાહન માલિકને ચલણ ભરવા માટે RTOમાં જવાનું હોય છે. પરંતુ વાહન ચાલક RTOના ગેટ સુધી પહોંચે છે. RTO ગેટ પાસે બેઠેલા આ ગેંગના લોકો વાહન માલિકને ઓળખીને તેની પાસેથી તે ચલણની પહોંચ લઈ લે છે અને વાહન માલિકને કન્વીન્સ કરે છે કે, તમારા મેમોની 4000ની રકમનો મેમો 2500માં ભરીને તેમનું વાહન છોડાવી આપશે.

વધું એક કૌભાંડ

નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનવવાના કૌભાંડનો પર્દાફાસ કરીને વસ્ત્રાાલ આરટીઓના મહિલા કર્મચારી  અને ખાનગી  કંપનીના કર્મચારી તેમજ  એજન્ટો સહિત કુલ ૯ લોકોની ધરપકડ પોલીસે કરી હતી, જ્યારે ગઇકાલે  રામોલ પોલીસે ફોર વ્હીલની નકલી એચએસઆરપી નંબર પ્લેટ  બનાવવાનું રેકટ પકડયુ હતું તેમાં પણ બે આરોપીને બાવન બોગસ એચએસઆરપી નંબર પ્લેટો સાથે પકડી પાડયા હતા.