ચોંકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન પાસે ફંડની કોઈ અછત નથી તેમ છતાં આસિસ્ટન્ટ કમિશ્નરે (એસ્ટેટ-મધ્યસ્થ) બિલ્ડરને પ્લોટ ફરતે દિવાલ કરવા જણાવ્યુ હતુ. તેથી બિલ્ડરની મહેરબાનીનો બદલો આપવા તેને પુરો પ્લોટ જ આપી દેવામાં આવ્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરો પાસેથી ડેવલપ કરાવવાની કોઈ નીતિ અમલમાં નથી તેમ છતાં ઝોનના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરાગ શાહે પ્લોટ ડેવલપ કરવા બિલ્ડરને છૂટ આપી હતી. આ સમગ્ર મુદ્દે ઝોનના ડેપ્યુટી કમિશ્નર આર.કે.મહેતા સમક્ષ ફરીયાદ કરવામાં આાવી હોવા છતાં હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નહોવાનું સુત્રોએ ંવધુમાં જણાવ્યુ હતુ.
પરાગ શાહનું બીજું કૌભાંડ
બહેરામપુરા વોર્ડના સુએઝ ફાર્મ પટેલ મેદાનમાં દાણીલીમડા વિસ્તારમાં ભારત ટ્રેડર્સની ગલીમાં આવેલ સદ્દર બાંધકામને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના દિવસે બંદોબસ્ત માંગ્યો હતો. જેની પાછળની ગણતરી બંદોબસ્ત ન મળે એ હતી. પરંતુ દાણીલીમડા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન-૬ દ્વારા મનપાની માંગણી મુજબ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. એસ્ટેટ ખાતા દ્વારા નાછુટકે ટીમ મોકલવામાં આવી હતી.
પાંચ માળની બિલ્ડીંગમાં થોડા ઘણા ગાબડા પાડીને ટીમ પરત ફરી હતી. ઓકટોબરથી જાન્યુઆરી મહિના સુધી અધિકારીઓએ અમી દ્રષ્ટી રાખી હોવાથી જે બાંધકામ થોડા ઘણા અંશે પણ તોડવામાં આવ્યુ હતુ તે ફરીથી થઈ ગયુ હતુ. વપરાશ પણ શરૂ થઈ ગયો હતો.
મ્યુનિસિપલ ટીમ અને પોલીસ કર્મચારીઓ સ્થળ બાંધકામ તોડવા માટે ગયા તે સાથે જ ૧પ થી ર૦ જેટલી મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા. કાયદા-વ્યવસ્થાના કારણ આપીને બાંધકામ તોડ્યા વિના જ ટીમ પરત આવી હતી.
વોર્ડના ઈન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારી સામે શંકાની સોય તાકવામાં આવી છે. પુર્વ ડેપ્યુટી કમિશ્નર પરાગ શાહના કાર્યકાળ દરમ્યાન જ આ બાંધકામ કરવામાં આવ્યુ હતુ.
લાંભા વોર્ડમાં સ્વસ્તિક સેન્ટર પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને રીઝર્વ પ્લોટમાં નાગરીકો માટે ઓપન પાર્કિંગ બનાવ્યુ છે. જેની પાછળ પુષ્પક ઈન્ડ.પાર્ક નામની સ્કીમ ચાલી રહી છે. સદ્ર સ્કીમના બિલ્ડરે મનપાના પાર્કિંગ પ્લોટ ફરતે દિવાલ કરી તેમાં પત્થર લગાવ્યા છે. પાર્કિગનો મુખ્ય દરવાજા બંધ કરી ઈન્ડ.પાર્કની અંદરથી નવી એન્ટ્રી આપી છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ પણ હટાવી દીધીં છે.