ઘરે ધરેથી કચરો ઉપાડવા માટે ચાલું નાણાંકિય વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)એ રૂ.450નો નવો વેરો લઈને લોકોના ખર્ચે યોજના બનાવી છે. રૂ.100 કરોડનો વેરો આ વધારે લેશે. પણ ઘર ઘરથી કચરો લઈ જતી યોજનામાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવે છે. વાહનમાં કચરાનું વજન વધારવા માટે ઘણી વાર કચરામાં પાણી, મોટા પથ્થર, કાંકરી, માટી નાંખીને કચરાનું વજન વધારવામાં આવે છે. ગુજરાત સરકારે નિર્મળ ગુજરાતનું સ્વપ્ન બતાવ્યું હતું પણ અમપામાં જો ભાજપના નેતાઓ સ્વચ્છતાના નામે કરોડોનું કૌભાંડ કરીને પ્રજા પર વેરો નાંખી રહ્યાં છે.
અમદાવાદના મેમ નગર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીનો ડ્રાઈવર ગાડીમાં માટી અને કચરો ભરી રહ્યો હતો. ત્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં વીડિયો શુટ કરી લીધો હતો. તે દસ્તાવેજ અમપાને આપ્યો પણ તેમાં કોઈ પગલાં ન લેવાયા. પછી વીડિયો વાયરલ કરી દીધો એટલે અમપાના અધિકારીઓએ પગલાં ભરવા પડ્યા છે. વીડિયોમાં ગાડીનો ડ્રાઈવર પોતે ગાડીમાં કચરાની સાથે માટી નાંખતો હોવાની વાતની કબૂલાત કરી રહ્યો છે.
અમપા દ્વારા કડક કાર્યવાહી ન કરવાના કારણે કૌભાંડી ઠેકેદારો સુધાવાનું નામ નથી લેતા. ભાજપના નેતાઓ તેમને બચાવી લે છે.
માર્ચ 2019માં ભજપના મહિલા કોર્પોરેટર હીના પરમારની સોસાયટીની સામેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરતી ગાડીમાં રેતી અને પથ્થરો ભરવામાં આવ્યા હોવાની ઘટનાં સામે આવી હતી. ત્યારે પણ ગાડીને સીઝ કરીને કોન્ટ્રકટર સામે કડક કાર્યવાહી કરવાની બાહેધરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.
જુલાઈ 2018માં અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારની ગાર્બેજ કલેક્શન કરતી ગાડીમાં કચરાનું વજન વધારવા માટે ડ્રાઈવર કચરા પર પાણી છાંટતો પકડાઈ ગયો હતો. ત્યારે પણ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ ગાડી જપ્ત કરીને કોન્ટ્રકટરને નોટીસ આપવાની કામગીરી કરવામાં આવી હતી.