લોલક રાઈડ તૂટી પડવાની પાછળ સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફન ફેરમાં લાગતી રાઈડસનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થાય છે કે નહી તે જોવાની જવાબદાર સરકારના જુદાજુદા વિભાગોની હોય છે. સમયાંતરે રાઈડસની ચકાસણી કરવામાં આવતી હોય છે. ફન રાઈડસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદાજુદા વિભાગો અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની મજૂંરી મેળવવાની હોય છે.
રાઈડની ખામી હોવાનું તેની તપાસમાં બહાર આવ્યું હતું છતાં તેને ચાલુ રાખવા દેવામાં આવી હતી.
સારવાર ખર્ચ કોર્પોરેશન કરશે, દવાઓ બહારથી લાવવી પડી
ધરાશાયી થયેલી લોલક રાઈડમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાડશે તેવી જાહેરાત કમિશનર વિજય નહેરાએ કરી છે. બીજી તરફ ઈજાગ્રસ્તોની સારવાર માટે એલ.જી.હોસ્પિટલના તબીબોએ પ્રિસ્ક્રિપશન લખી આપ્યા હતા. જો કે, પ્રિસ્ક્રિપશનમાં લખાયેલી દવાઓ હોસ્પિટલમાં નહી હોવાથી મોંઘીદાટ દવાઓ ઈજાગ્રસ્તોના પરિવારજનોને ખાનગી મેડીકલ સ્ટોર્સમાંથી ખરીદવાની ફરજ પડી છે.