અમરેલીનાં દેશી દવાનાં સંશોધકે કરી સ્વાઈન ફ્લૂ ભગાવવાની ધૂપસળી

ધૂપસળી એ પોતે સળગીને વાતાવરણને પ્રફુલ્લિત કરે છે. ત્યારે આ એક એવી ધૂપસળી છે જે માનવીના શરીરમાં રહેલાં જીવાણુનો નાશ કરે છે. કેવી છે આ ધુપસળી શુ છે હકીકત. જોઈએ આ રીપોર્ટમાં.
રાજુલામાં રહેતાં એક દેશી દવાનાં સંશોધક મહેશભાઈએ સ્વાઈન ફ્લૂને મ્હાત આપતી ધૂપસળીનો ડેમો કર્યો છે અને પોતાના ઘેર રાજુલાના પ્રતિષ્ઠિત લોકોને બોલાવી બતાવી રહ્યાં છે આ ધૂપસળીની વિષેશતાઓ. સામાન્ય રીતે આ ધૂપસળી જેવી જ લાગતી આ અગરબતી સામાન્ય નથી. પરંતુ આ અગરબત્તીમાં શરદી, સામાન્ય તાવ અને ખાસ છે આજના જમાનામાં વકરી રહેલો અને જીવલેણ બનેલા સ્વાઈન ફ્લૂને નાથવાની તાકાત. આ ધૂપસળીને સંશોધકે લેબોરેટરી ટેસ્ટ કરાવી પ્રમાણપત્ર મેળવી લોકોની સુખાકારી માટે પ્રદર્શિત કરી છે. સંપૂર્ણ દેશી એવી આ અગરબત્તીમાં કપૂર, ગાયનું ગૌમુત્ર, એલચી, ભસ્મ જેવા ઓસડીયાની મદદથી તૈયાર કરી છે. જે એક ઔષધ બની ચૂકી છે. ત્યારે આ અગરબત્તીની ધૂપ માત્રથી તાવ, શરદી અને સ્વાઈન ફ્લૂમાંથી બચી શકાય છે અને સારું પરિણામ મળે છે. આ ધૂપસળીની સિલસિલાબંધ માહિતી આપતાં મહેશભાઈએ રાજુલાના પ્રતિષ્ઠિત લોકો સમક્ષ પોતાની શોધ બાબતે વિગતો આપી અને આવેલાં મહાનુભાવોએ તેની વાતને અનુભવી હતી.
ધૂપસળીનો અનુભવ કરી ચૂકેલાં રાજુલાના ડોકટર એસોસિએશનના પ્રમુખ ડો. ઈકબાલ  આ અગરબત્તીથી સ્વાઈન ફ્લૂ જેવા રોગમાંથી આસાનીથી મુક્તિ મેળવી શકાય છે.
સામાન્ય રીતે અગરબતી ભગવાનના મંદિરોમાં પ્રાર્થના માટે વપરાય છે. ત્યારે માણસના રોગ મુક્ત થવાના ઉપયોગમાં લેવામાં આવતી અગરબત્તી બાબતે વાપરવામાં આવતી અગરબત્તી વિશે જાણકારી મેળવવા આવેલા લોકો આ અનુભવ કરી ખુશ થયા છે અને પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, આ એક એવી ધૂપસળી છે જે સ્વાઈન ફ્લૂ જેવા જીવલેણ રોગને હટાવવાની તાકાત ધરાવે છે.
સ્વાઈન ફ્લૂ જેવાં રોગને નાથવામાં મેડિકલ સાયન્સ તેને નાથવા માટે જોઈએ એવી શોધ કરી શકી નથી, ત્યારે આ ધૂપસળી લોકોને કેવી મદદરૂપ બને છે તે તો આવનારો સમય જ કહેશે.