અમરેલીને વધું બે પોલીસ મથક આપો

રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. હવે અમરેલી શહેર અને તાલુકાના 7ર ગામો વચ્‍ચે વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર છે. શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય, અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત છે.

અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હાલમાં તાલુકા પોલીસમાં સમાવેશ થયા છે. જો રાજય સરકાર અમરેલીશહેર માટે એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરે તેમજ તાલુકાના ચિતલ ખાતે પણ એક પોલીસ સ્‍ટેશન કાર્યરત કરવામાં આવે તો કાયદો-વ્‍યવસ્‍થા વધારે મજબુત બની શકે તેમ છે.

અમરેલીના ધારાસભ્‍ય અને સાસંદે રાજય સરકાર સમક્ષ આ અંગેની રજુઆત કરવાની જરૂર છે. એવું લોકો કહી રહ્યા છે.