2019માં ભાજપની સ્થિતી સુધરવાના બદલે વધું ખરાબ થઈ છે. અમરેલી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની જાહેર સભા અમરેલી થઈ રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ આશા રાખીને બેઠી છે. કારણ કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે.
બીજું કે, 2014ની લોકસભા ચૂંટણી પછી અહીં કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ અને વિધાનસભાની 2017ની ચૂંટણીમાં આગળ રહી છે અને ભાજપને માર પડ્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થઈ છે.
આ વખતે ડો.કનુભાઈ કળસરીયા કોંગ્રેસ સાથે છે. તેઓ અમરેલીમાં તેઓ ભાજપને 80 હજાર મતનું ગાબડું પડાવી શકે તેમ છે. અમરેલીમાં કોંગ્રેસનો વિજય હાલ માનવામાં આવી રહ્યો છે. તેથી વડાપ્રધાનની સભા અહીં ગોઠવી છે.