અમરેલીમાં ધુળની સમસ્‍યાથી શહેરીજનોને વધતી બિમારી

અમરેલીની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા 6 મહિનાથી બિસ્‍માર માર્ગો અને ઉડતી ધુળથી ત્રાહીમામ પોકારી ચુકી ગઈ છે. બીજી તરફ પાલિકાનાં શાસકો જાત-જાતની મંજુરીઓમાં સમય બરબાદ કરી રહૃાા છે. અને ધારાસભ્‍ય તેમજ સાંસદ પણ શહેરીજનોની ચિંતા કરતા ન હોય શહેરીજનોમાં ભારે રોષ ઉભો થયો છે.

અમરેલીનાં સરદાર સર્કલથી ગાંધીબાગ થઈને રૂપમ ટોકીઝ સુધીનો માર્ગ માર્ગ-મકાન વિભાગ નીચે હોવાથી તે માર્ગની કામગીરી આગામી અઠવાડીયેશરૂ થઈ જશે.

જયારે પાલિકા તાબાનાં અન્‍ય રાજમાર્ગોનાં ટેન્‍ડર ખુલી ગયા હોય હવે પ્રાદેશિક કમિશનર મંજુરી આપે પછી એટલે કે હજુ 1પ દિવસ સુધી માર્ગની કામગીરી શરૂ થાય તેવા કોઈ એંધાણ જોવા મળતા નથી.