અમરેલીમાં વર્ષોથી ચાલતું ભુગર્ભ ગટરનું કામ પૂરું

અમરેલી શહેરમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુવિધા માટે અને આરોગ્‍યઅને મચ્‍છરથી ફેલાતા રોગનાં ત્રાસથી મુકત થવા માટે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવેલ. જે પ્રથમ તબક્કાનું કામ છેલ્‍લા ઘણા સમયથી શરુ હતું એ કામ હવે 99% પૂર્ણ થઈ ગયેલ છે. આ બાબતની સ્‍પષ્‍ટતા ગુજરાત સરકારની જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ દ્વારા કરવામાં આવે છે અને અમરેલીની જના માટે આગામી સમયમાં આ ભૂગર્ભ ગટર યોજના લાભદાયી સાબીત થશે અને રોગચાળા મુકત અને મચ્‍છર મુકત અમરેલી ભવિષ્‍યમાં બનશે તેવા ઉમદા હેતુથી આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમરેલીને આપેલ છે. હવે માત્ર અમરેલી શહેરનાં બહારનાં વિસ્‍તારમાં મુખ્‍ય લાઈનો સાથે જોડાણ અને નવા વિકસિત એરિયાનું કામ જ શરું હોય અમરેલી શહેરનાં ગીચ વિસ્‍તારમાં મેઈન રોડ ઉપર કોઈ પણ જગ્‍યાએ ભૂગર્ભ ગટરનું કામ બાકી નથી. શહેરમાં બધું જ કામ પૂર્ણ થઈ ગયેલ છે. જે બાબતની સ્‍પષ્‍ટતા જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ દ્વારા અમરેલી શહેરની જનતાને જાણ કરવામાં આવેલ છે.

અમરેલી શહેરનાં લગભગ તમામ મહત્‍વનાં માર્ગો પર ચાલું મુશ્‍કેલ બની રહૃાું છે. તેવા જ સમયે હોસ્‍પિટલ, શૈક્ષણિક સંસ્‍થાઓ તરફ જતો માર્ગ પણ ભયજનક બન્‍યો હોય પાલિકાનાં શાસકોએ યુઘ્‍ધનાં ધોરણે માર્ગની મરામત કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં ચિતલ માર્ગથી મહિલા કોલેજ તરફ જતાં ર00 મીટરનો માર્ગ છેલ્‍લા ઘણા મહિનાઓથી ભયજનકબન્‍યો છે. માર્ગની એક બાજુ રાધિકા હોસ્‍પિટલ અને બીજી બાજુ અંધશાળા છે અને માર્ગમાં સતત પાણી ભરાઈ રહેતાં મચ્‍છરનો ઉપદ્રવ વધી જતાં વિદ્યાર્થીઓ અને દર્દીઓની હાલત અતિ કફોડી બનતી હોય ડિઝીટલ ઈન્‍ડિયાનાં માહોલમાં માર્ગ બનાવવાની મંજુરીની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલતી હોય શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.