ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી.
વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલાકની ભારે જહેમત બાદ અજગરને પાણીની લાઈનમાંથી સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો. હાલમાં વનવિભાગની ટીમ દ્વારા અજગરને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જેને બાદમાં મુક્ત કરવામાં આવશે.