અમરેલીમાં 5000 કરોડપતિ બન્યા ગરીબ, સસ્તું અનાજ પણ લીધું

અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રેસના વડેર બેઠકના સભ્ય ભત હપાણી લાખોપતિ હોવા છતાં ગરીબો માટેનું અનાજ લેવાનું કાર્ડ – બીપીએલ – ધરાવે છે. તેઓ નિયમિત રીતે દર મહિને સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદી જાય છે. અમરેલી કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સભ્યોને પોતાના નામે બીપીએલ કાર્ડ મળવીને  સસ્તા અનાજની દુકાને થી 12 કિલો અનાજ, દોઢ કિલો ખાંડ, 7 લીટર કેરોસીન છેલ્લા મહિના ખરીદવામાં આવ્યું છે. એટલું જ નહીં તેમના ભાઈના નામે પણ બીપીએલ કાર્ડ છે અને તેઓ પણ અનાજ અને કેરોસીન ખરીદી કરી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો આર્થિક રીતે લાખો રૂપિયાની સંપત્તિ ધરાવે છે ધંધો કરે ,છે વાહનો છે, રહેવા માટે સારામાં સારું મકાન છે. પણ છે તેમ છતાં એમના નામે ગરીબ લોકો જે કાર્ડ ધરાવે છે એ કાર્ડ એમના નામે છે. અગાઉ પણ અનેક ધનપતિઓના નામો બીપીએલ કાર્ડ માં નીકળ્યા છે તે વધુ એક પુરાવો માહિતી અધિકાર માટે ઝુંબેશ ચલાવતા નાથાલાલ શોધી કાઢ્યું છે અને તેમણે માંગણી કરી છે કે આવા તમામ કેસોની તપાસ કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. એક એવો અંદાજ છે કે અમરેલીના 5 હજાર ધનપતિઓ કે કુબેર પતિઓ ગરીબ બનીને અનાજ લે છે.