ख़ुदके हलफ़नामा (2014)के मुताबिक़,@BJP4Gujarat अध्यक्ष CR पाटीलके सामने 108 क्रिमिनल मुक़दमे थे!
विशेष में;
शराब,
बैंक,
ओक्ट्रोय,
ज़मीन घोटाले रजिस्टर हो चुके थे!शिक्षा:मेट्रिक फेईल!@BJP4India का चाल,चरित्र,चेहरा अलग ही है!#मोदी_है_तो_मुमकिन_हैhttps://t.co/zSOnLIfp7n…
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 23, 2020
કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. સી.આર. પાટીલની નિમણુંકને ભાજપના રાજકીય દેવાળું છે. જેથી જેમની સામે એક સમયે 107 જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા. તેનો જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, મારા પરના 101 કેસમાં મને જામીન મળેલા છે અને એ સિવિલ મેટર છે, મારા પર કોઇ ક્રિમિનલ કેસ નથી. સુપ્રીમ કોર્ટે જે સાંસદો અને ધારાસભ્યો પર કેસ ચાલતા હોય તેમનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમા મારૂં નામ જ નથી. મારા પર લગાડેલા આક્ષેપો ખોટા છે. હું અર્જુન મોઢવાડિયા પર 10 કરોડો રૂપિયાનો માનહાનિનો દાવો કરવાનો છું. મારી છબીને ખોટી રીતે રજૂ કરીને મને હાનિ પહોંચાડનાર સામે હું કાર્યવાહી કરવાનો છું.
મોઢવાડિયાએ એવો આરોપ મુક્યો હતો કે, પોલીસ કોન્સ્ટેબલ તરીકે દારૂની હેરફેરમાં સંડોવણી ઉપરાંત ડાયમંડ જ્યુબીલી બેંક અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. અને જી.આઈ.ડી.સી. ની જમીનોમાં કૌભાંડ કરનાર સી.આર. પાટીલની નિમણુંક કરવી પડી છે. ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે.
અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં કહ્યું કે સી.આર. પાટીલની લોકસભા 2014ની ચૂંટણીના ઉમેદવાર તરીકે રજુ કરેલ સોગંદનામાની નકલો રજુ કરતાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે તેમના સોગંદનામાના નમુના નં. 26 ના ભાગ- ખ થી પેરા 11 (પેઈજ – 25)ની કોલમ 5માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કોર્ટ બે વર્ષ કે તેથી વધારે કેદની જોગવાઈ પાત્ર ગુનાઓ માટે આરોપ ઘડ્યા હોય તેવા ગુનાની સંખ્યા 1 છે અને કોર્ટે ગુનાની નોંધ લીધી હોય તેવા પડતર કેસોની સંખ્યા 107 છે. તેમને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્રણ વખત લોકસભાની ટીકીટ પણ આપી હતી.
તેઓ ધો-11 માં નાપાસ થયા હતા. આઈ.ટી.આઈ. માં ટર્નરની ટ્રેનીંગ મેળવીને 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. ગેરકાયદેસર દારૂની હેરફેરમાં તેઓની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરીને તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ યુનિયનની રચના કરવાના પ્રયાસ સંદર્ભે તેઓને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 1995માં સુરત મહાનગર પાલિકામાં ઓકટ્રોય ચોરીનો કેસ પણ તેમની સામે થયો હતો. એટલું જ નહીં સુરતની ડાયમંડ જ્યુબીલી બેંકમાંથી રૂ. 94 કરોડની લોન કૌભાંડને કારણે સી.આર. પાટીલની ધરપકડ કરીને તેઓને જેલમાં મોકલ્યા હતા.
અગાઉના પ્રમુખ સામે પણ ગુના હતા. ભાજપમાં જેટલા ગુના વધારે એટલું પદ ઊંચું મળે છે. સી.આર પાટીલનું મૂળ વતન મહારાષ્ટ્રના જલગાવ અને ત્યાં જન્મ થયો છે. સી.આર પાટીલે પોલીસમાં જઈ પરાક્રમ કર્યું હતું.
રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ
સી.આર પાટીલ બાદમાં ભાજપમાં જોડાયા ભાજપાના સુરતના પ્રમુખ બન્યા હતા. ભાજપ પાસે સ્વચ્છ ચરિત્ર ધરાવનારનાર કાર્યકરોનો દુકાળ છે ?
રાજકારણમાં અપરાધિકરણ શીખવું હોય તો ભાજપ પાસે શીખવું જોઈએ. સી.આર પાટીલની નિમણુંક ગુજરાતીઓનું અપમાન ભાજપ ગુજરાતની જનતા પાસે ખુલાસો કરે. તેનો ભાજપાએ જવાબ આપવો જોઇંએ.
નવસારીના સાંસદ
મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવ્યું અને ગેરશિસ્ત બદલ સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.
1989માં સી. આર પાટીલની રાજકારણમાં આવ્યા હતા.
ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. 2009, 2014, 2019માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠકના સાંસદ બન્યા હતા. 2019માં લોકસભાની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો.
3 દીકરી અને 1 દીકરા-પુત્રવધુના પિતા અને ગંગાબેન પાટીલના પતિ છે.
જી.આઈડી.સી. અને જી.એ.સી.એલ.ના અધ્યક્ષ રહ્યા હતા. સુરત શહેર ભાજપમાં એ કોષાધ્યક્ષ અને ઉપપ્રમુખ બન્યા હતા.
1955માં જલગાંવ જિલ્લામાં એમનો જન્મ થયો હતો. એમનું શિક્ષણ વલસાડ અને સુરત જિલ્લામાં પલસાણા, મઢી, સચિન, ડુમસ, રાંદેર અને છેલ્લે સુરતમાં આઈટીઆઈમાં અભ્યાસ કરીને પિતા રઘુનાથ પાટીલની જેમ પોલીસમાં જોડાયા હતા. એમના પિતા 1951માં ગુજરાતમાં આવીને વસ્યા હતા.
પોલીસ તરીકે નોકરી છોડી પછી એમણે ટેક્ષટાઈલનો વ્યવસાય કર્યો હતો.
1992માં સુરત મહાનગરપાલીકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ઉમેદવાર થયા પણ બાબરી ધ્વંશ અને બાદના રમખાણની પરિસ્થિતિના કારણે એ ચૂંટણી રદ થયેલી અને સી.આર. પાટીલ કોર્પોરેટર બનતા રહી ગયેલા.
સુરતની ડાયમંડ જ્યુબીલી કો-ઓપરેટીવ બેંકની લોન બાબતે કેસ એમની સામે થયો હતો. એમને જેલમાં જવું પડ્યું હતું. અલબત આ કેસમાં એમને હાઈકોર્ટે મુક્ત કર્યા છે. બેંકને લોન પરત કરી દીધી હતી. બેંક બંધ થવાના કારણો પૈકી આ લોન પણ હતી.
નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા એ પછી એમણે એમના સંસદીય ક્ષેત્ર વારાણસીની જવાબદારી પણ સી.આર. પાટીલને આપી છે. સી.આર. પાટીલ વારાસણીનું કાર્ય પરદા પાછળ રહીને કરે છે.

English






You must be logged in to post a comment.