અમરેલી ચિતલ રોડ ખાતે કોળી સમાજની વાડીમાં અમરેલી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મિટિંગ મળી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રિય અઘ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા અને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા અઘ્યક્ષ એડવોકેટ વિનુભાઈ ડાબસરાનાં અઘ્યક્ષ સ્થાને મળી અને આ મિટિંગને સફળ બનાવવા જગદીશભાઈ ધરાજીયા, કરમદડીથી લાલભાઈ પાટડીયા, રમેશભાઈ ગોહિલ,નારણભાઈ મકવાણા, ખાંભાથી ગોપાલભાઈ, અરવિંદભાઈ ચાવડા, લાઠી તાલુકાનાં ભરતભાઈ મેણીયા, કેતનભાઈ મેણીયા, ભુપતભાઈ બાવળીયા, વિનુભાઈ માલા, કુંકાવાવથી સાગર મેટાળીયા, સાવરકુંડલાથી બારૈયાભાઈ, જાળીયાથી સંજયભાઈ થાળેસા, લીલીયા તાલુકાનાં મનસુખભાઈ જાસલીયા, કિશન ડાસરા, મિલન ડાબસરા, સહિતના હોદ્યેદારો સહિતના સમસ્ત કોળી સમાજનાં અગ્રીઓ અને કાર્યકર્તાઓ અને માંધાતા ગૃપ, વેલનાથ ગૃપ, કોળી શકિત યુવક મંડળ અને યુવા કોળી સેનાએ હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.