અમરેલીના જંગલનાં રાજા કહેવાતા સિંહોને પણ આકરા તાપે જંગલમાં કે સીમ વિસ્તારમાં પાણી માટે વલખા મારતાં દોડતા કર્યા છે. પાણી માટે સિંહો નદી કાંઠાની વાડીમાં પાણી પિવા માટે પહોંચી ગયા હતા. લીલીયા તાલુકાનાં લોકી ગામની સીમમાં તથા સાવરકુંડલા તાલુકાનાં જુના સાવર ગામની સીમમાં આવેલ શેત્રુંજી નદી કાંઠાનાં વિસ્તારમાં એક 6 જેટલાં સિંહોનું ટોળુ દિવસે પાણીની શોધમાં આવી પહોંચ્યું હતું.
થોડા દિવસ પહેલાં પણ 4 જેટલાં સિંહો પણ પાણીની શોધમાં આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. ઉનાળાની શરૂઆતથી જ આકરા તડકામાં વન્ય પ્રાણીઓ માટે પાણીની શોધ કરવી પડતી હોય, ત્યારે ભર ઉનાળે વન્ય પશુઓ પાણી માટે વલખા ન મારે તે માટે થઈ જંગલ વિસ્તાર તથા સિંહોનાં વસવાટવાળા વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
અમરેલી જિલ્લાની ભૌગોલીકપરિસ્થિતિ જ કંઈક અલગ છે. અહીં ઉનાળાના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ જ રહે છે. ત્યારે ફાગણ માસમાં સૂર્યનારાયણ પણ આકરા પાણીએ છે. ત્યારે શરૂઆતથી જ ઉનાળો લોકોને તો અકળાવે છે.
ગુજરાતી
English




