અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષ 4 લોકો ચલાવે છે

અમરેલીના સાવરકુંડલામાં ખઆતે સંવાદ ક્રાયક્રમમાં ઉપસ્‍થિત કોંગ્રેસના આગેવાનોએ અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્‍યા ગાંઠયા બે-ચાર વ્‍યકિતથી ચાલતું હોવાનું જણાવીને પક્ષની આવી એક તરફી કામગીરી માટે અફસોસ વ્‍યકત કર્યો હતો.

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષનું ઘર સળગતાં રાજકીય ધમાસાણ વધી ગયું છે અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં હોમ ગ્રાઉન્‍ડમાં જ નારાજગીનો માહોલ ઉભો થતાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો સમગ્ર રાજયમાં પડયા છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન દિપક માલાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને સાવરકુંડલા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ ડો. જસાણી, મુળશંકરભાઈ તેરૈયા, પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય લાલભાઈ મોર, ચેતનભાઈ માલાણી, નાથાભાઈ ભેંકરાવાળા, અલીભાઈ દલ, યુનુસભાઈ સંવટ, કેતનભાઈ ખુમાણ, રાજુલા પાલિકાનાં નગરસેવકો, સાવરકુંડલા, જાફરાબાદ તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ સહિત અનેક કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

સાવરકુંડલામાં કોંગ્રેસની બેઠક