અમરેલી તાલુકાનાં માર્ગો માટે રૂ.14.90 કરોડ મંજુર

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રજુઆતથી માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા અમરેલી પંથકનાં માર્ગો બનાવવા માટે રૂ.14.90 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અમરેલી-કુંકાવાવ માર્ગ માટે રૂપિયા 7 કરોડ બાબરા-ચિતલ-અમરેલી માર્ગ માટે રૂપિયા 1.90 કરોડ, અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડ માટે રૂપિયા 3 કરોડ , ચિતલ-રાંઢીયા-લુણીધાર માટે રૂપિયા 3 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.