અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત

ભાજપ સરકારની નિષ્‍ફળતાનાં વિરૂઘ્‍ધમાં જનમાનસમાં રોષ જોવા મળી રહૃાો છે અને દેશની જનતા હવે દેશનું સુકાન કોંગ્રેસને પુનઃ સોંપવા થનગની રહી છે. ત્‍યારે અમરેલી લોકસભા મત વિસ્‍તારનાં મતદારો પણ કોંગી ઉમેદવારોને સાંસદ બનાવવા તૈયાર થયાનું કોંગ્રેસના કદાવર નેતા નવિનચંદ્ર રવાણીએ જણાવ્‍યું હતું.

અમરેલી ખાતે  જણાવ્‍યું હતું કે, ભાજપનાં રાજમાં બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, અરાજકતાનો માહોલ ઉભો થયો છે. દેશનાં યુવાનો, ખેડૂતો, વેપારીઓ, શ્રમજીવીઓ, મહિલાઓ સહિત તમામ મતદારોને છેતરાઈ ગયાનો અહેસાસ થઈ રહૃાો છે. તેવા સમયે અમરેલી જિલ્‍લાનાં તમામ કાર્યકરો એક થઈને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જે કોઈને ઉમેદવાર બનાવે તેને વિજેતા બનાવશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી ચંદ્રેશ રવાણી, વિધાનસભા, લોકસભાનાં નિરીક્ષક, પૂર્વ અને વર્તમાન ધારાસભ્‍યો, જિલ્‍લાપંચાયતનાં પૂર્વ અને વર્તમાન પ્રમુખો સહિતનાં મહત્‍વનાં આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍તિ રહૃાા હતા અને સંગઠન અને ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી