અમરેલી લોકસભા બેઠક પર ભાજપના 6 દાવેદારો ચૂંટણી લડવા તૈયાર હોવાનું પક્ષના નેતાઓને જણાવી દીધું છે. ઉમેદવાર નકકીકરવા માટે ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્તારના કાર્યકરો પાસેથી અભિપ્રાય માંગવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ તથા જેન્તીભાઈ કવાડીયા આવ્યા હતા. જેમાં આ દાવેદારી સામે આવી છે. જ્યારે આ વખતે અમરેલી બેઠક પર ભાજપ માટે જોખમ છે. તેમ છતાં આટલા દાવેદારો સામે આવ્યા છે. નામો હવે જાહેર કરાશે.
દાવેદારી કરવામાં હાલના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર, ઘનશ્યા ડોબરીયા, કૌશિક વેકરીયા તથા જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા હોવાનું માનવામાં આવે છે.
દાવેદારોની રજૂઆતો તથા ભલામણ પ્રદેશ ભાજપને આપવામાં આવશે. પેનલ બનાવી તેમની યાદી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. દિલ્હીથી ઉમેદવારો નકકી થશે.
જોકે આ બધી કવાયત માત્ર કાગળ પર રહેતી હોય છે. કારણ કે ઉમેદવાર કાર્યકરો નક્કી નથી કરતાં કે જે દાવેદારી નક્કી કરે છે તે ઉમેદવાર બની શકતાં નથી. નામ તો દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કરશે. હાવ સેન્સ લેવાની પ્રક્રિયા તો લોકશાહી છે એવું બતાવવા માટે અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને કોંગ્રેસને ભ્રંમમાં રાખવા માટે મોટા ભાગે કરવામાં આવે છે. બાકી ઉમેદવાર તો ક્યારનાયે નક્કી થઈ ગયા છે.
બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ભામાશા તરીકે ઓળખાતા ગોપાલ વસ્તરાનાં નિવાસસ્થાને ભાજપના કાર્યકરોની બેઠક થઈ રહી છે. ત્યાં કેટલાંક કોંગ્રેસના નેતાઓ પણ જઈ આવ્યા છે. તેથી અવું માનવામાં આવે છે કે ભાજપના તેઓ ઉમેદવાર નકકી છે.
