અમરેલી: સરકારની નિષ્ફળતા, ખેડૂતોનો રોષ

નાગનાથ મંદિરમાના શિલાલેખ પ્રમાણે અમરેલીનું મૂળ નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યો તેણે અહીંના ત્રણ સત્તાધીશો પર ખંડણી નાખી હતી. આઝાદી સુધી વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખના નામો અમરેલી સાથે સંકળાયેલા છે. સીંગ, કપાસ, ડુંગળી, ઘઉંની ખેતી માટે ભારતમાં જાણીતું છે.

Assembly Seats: – 94-Dhari, 95-Amreli, 96-Lathi, 97-Savarkundla, 98-Rajula, 99-Mahuva, 101-Gariadhar.

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય
  નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
94 dhari 1,90,563 19,797 0 19,809 0 12,900 13,330 0 23,287 46,274 12,194 0 21,380 1,648 6,498 13,446
95 amreli 2,43,754 22,540 0 25,230 0 14,920 13,482 0 36,230 51,547 24,871 0 32,040 1,500 7,680 13,714
96 lathi 1,80,325 18,410 0 18,370 0 12,718 7,880 0 50,330 40,330 6,240 0 4,978 902 7,821 12,346
97 savarkundla 2,08,058 24,990 0 30,120 0 19,898 11,000 0 25,027 47,400 7,470 0 7,380 5,356 17,070 12,347
98 rajula 2,04,068 15,456 0 18,838 0 54,020 11,432 0 60,795 6,505 3,545 0 10,830 1,311 16,359 4,977
99 mahuva 1,66,121 5,963 0 11,654 0 37,046 4,854 0 19,159 21,694 0 0 10,018 7,898 19,228 28,607
101 gariyadhar 1,66,277 7,852 229 9,046 0 32,184 4,745 0 19,029 18,496 22,075 0 6,525 10,429 27,186 8,481
કૂલ  2012 પ્રમાણે 13,59,166 1,15,008 229 1,33,067 0 1,83,686 66,723 0 2,33,857 2,32,246 76,395 0 93,151 29,044 1,01,842 93,918

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 4,36,715 4,05,690
INC 2,80,483 4,56,763
તફાવત 1,56,232 51,073

 

2014 લોકસભા

મતદાર : 1486286
મતદાન : 809615
કૂલ મતદાન (%) : 54.47

 

ઉમેદવાર – ઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
KACHHADIYA NARANBHAI BHIKHABHAI BJP 436715 53.95
THUMMAR VIRJIBHAI KESHAVBHAI (VIRJIBHAI THUMMAR) INC 280483 34.65
DAFADA RAMJIBHAI NANJIBHAI BSP 7822 0.97
CHAVADA MANUBHAI PARSHOTTMBHAI JD(U) 13803 1.71
RATHOD JIVANBHAI R. RPI(A) 1809 0.22
SANGANI VIJAYBHAI DINESHBHAI YuS 1938 0.24
SUKHADIYA NATHALAL VALLABHBHAI AAAP 15520 1.92
USMANBHAI P. MAGHARA IND 2216 0.27
JADAV MUSTAKBHAI IND 1553 0.19
DHIMECHA NARESHBHAI NANJIBHAI IND 2062 0.25
NATHABHAI DAYABHAI TOTA IND 4032 0.50
MEHULBHAI HIMATBHAI SUKHADIA IND 3439 0.42
RAMANI SURESHBHAI DHIRUBHAI IND 10114 1.25
VALODARA VRAJLAL JIVABHAI IND 8167 1.01
None of the Above NOTA 19143 2.36

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Virjibhai Thummar                                           INC

2009       Kachhadia Naranbhai                                     BJP

2014       Kachhadia Naranbhai                                     BJP

12 ઉમેદવારો

  1. પરેશ ધાનાણી – કોંગ્રેસ
  2. સુખડીયા નાથાભાઈ વલ્લભભાઈ અપક્ષ
  3. હાપા ધરમશીભાઈ રામજીભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
  4. કાછડીયા નારણભાઈ ભીખાભાઈ ભારતીય જનતા પાર્ટી
  5. બગડા હિમતભાઈ દાનજીભાઈ અપક્ષ
  6. વળોદરા વ્રજલાલ જીવાભાઈ અપક્ષ
  7. જેરામભાઈ રાઘવભાઈ પરમાર અપક્ષ
  8. દયાળા સુભાષભાઈ પરબતભાઈ અપક્ષ
  9. ડાયાભાઈ ભગવાનભાઈ ચૌહાણ અપક્ષ
  10. રવજી મઢડા – અપક્ષ
  11. આ, એસ. ગોસાઈ – અપક્ષ
  12. નાથાલાલ મહેતા – અપક્ષ

વિકાસના કામો

  • જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. જેને વિસ્તૃત કરવામાં આવે છે.
  • રૂા.5.50 કરોડના ખર્ચે ડેરી સાયન્સ કોલેજ તૈયાર થઈ છે.
  • રૂા.15 કરોડની અકાળા-દુધાળા ગામ પાસે 200 વિઘા જમીનમાં તળાવ બનાવાયું છે.
  • રૂ.1980 કરોડ મંજૂર કરાતાં બ્રોડગેઇજ રેલ્વે લાઇન અને નેશનલ હાઇવે મળ્યા છે.
  • 45 એકર જમીનમાં રૂા.125 કરોડના ખર્ચે માર્કેટ યાર્ડ બનાવાયું છે.
  • બ્‍યુટીફીકેશન, રસ્‍તા મરામત અને બાળક્રિડાંગણ, 4 કરોડના ખર્ચે કામનાથ રીવરફ્રન્‍ટનું કામ શરૂ થવામાં છે.
  • શહેરના પછાત એવા રૂપમ ટોકીઝ રોડ, ચિતલ રોડ, લાઠી રોડ તથા એસ.ટી. ડેપો વિસ્‍તારમાં સાયકલીંગ પથ તથા સીનીયર સીટીઝન તથા બાળકો માટે વોકીંગ ટ્રેકના નિર્માણ શરૂ કરવામાં આવેલા છે

પ્રશ્નો – ઘટનાઓ

  • સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને 12 કરોડના બીટ કોઈન અને રૂ.32 કરોડની ગુજરાતની સૌથી મોટી ખંડણી માગવાનો ચર્ચાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જગદીશ પટેલ સંડોવાયેલા છે. જેની રાજકીય અસર અહીં છે.
  • ખેડૂતોની હાલત ખરાબ છે, આત્મહત્યા કરી રહ્યાં છે. ખેડૂતોને પિયત માટે ડેમ, નહેર કે તળાવ નથી, પોષણક્ષમ ભાવ મળ્યા નથી અને ઓછો વરસાદ થતાં ખેત ઉત્પાદન મળ્યું નથી.
  • પાક ફેઇલ ગયો હોવા છતાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમો મંજૂર થયો નથી.
  • અમરેલી જિલ્લાના ગામોમાં પીવાનું પાણી, રોડ રસ્તા, સફાઈ ની સુવિધા નહિવત છે.
  • આરોગ્ય તથા શિક્ષણની સુવિધા પણ પૂરતી નથી.
  • સુરત અમદાવાદ વડોદરા જેવાં શહેરોમાં જવા આવવાની રેલવે અને એસ.ટીની અપુરતી સુવિધા છે.
  • સરકારી તેમજ અન્ય કોલેજોનો અભાવ છે.
  • ખેતીલક્ષી ઉદ્યોગો નથી. ખેતપેદાશોના નિકાસ માટેની કોઇ વ્યવસ્થા નથી.
  • અમરેલી ભાવનગરના હીરા ઉદ્યોગોમાં મંદી હોવાથી કારખાના બંધ થયા છે.
  • અહીં કરોડો રૂપિયાનું રેશન કૌભાંડ થયું છતાં સરકારે કોઈ તપાસ ન કરી.
  • અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ગેસકિટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયા સામે ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતાં વિરોધ કરતાં ભાગવું પડ્યું હતું.

પ્રભાવશાળી વ્યક્તિઓ

પરેશ ધાનાણી, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, હાર્દિક પટેલ, ગજેરા પરિવાર, સવજીભાઈ ધોળકિયા,

કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીના ચાલુ કાર્યક્રમે ખેડૂતે બંગડીઓ ફેંકી હતી અને ખેડૂતોના દેવા માફી સહિતની માગ અંગે સૂત્રોચ્ચાર કરી ‘રૂપાણી હાય હાય’ના નારા લગાવ્યા હતા. આમ ખેડૂતોનો રોષ છે.

2019ની સંભાવના

  • પાટીદારોની મહત્તમ વસ્તી છે. અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા અને ગારીયાધાર એમ 6 વિધાનસભા બેઠક પર પાટિયાદોનું પ્રભુત્વ છે. પાંચ વિધાનસભામાં પાટીદાર ધારાસભ્યો છે. પાંચ માંથી ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે.
  • અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી અને રાજુલા બેઠક પર કોંગ્રેસ તો મહુવા અને ગારીયાધાર બેઠક પર પાતળી સરસાઈથી ભાજપ જીતી હતી.
  • 26 માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારના મત નિર્ણાયક છે. તે ભાજપ તરફી રહેતાં આવ્યા છે. હવે સરકારની નિષ્ફળતાથી ખેડૂતો કે પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે. લોકસભામાં એન્ટીઈન્કમ્બંસી ચાલું રહેશે.
  • અનામત અને ખેડૂતોના મુદ્દે આંદોલન કરી જાણીતા બનેલા હાર્દિક પટેલ માટે અમરેલી અનુકુળ છે.
  • હવે આંદોલનની દિશા આવી રહેશે. રાજકીય પક્ષો પોતાની રણનીતિ હાર્દિકના આધારે બનાવી ચૂંટણી લડશે.
  • અમરેલી, બગસરા અને સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવો થતાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. અમરેલી તાલુકા પંચાયતમાં પણ એવું જ છે.
  • લોકસભામાં કોંગ્રેસ માટે જીતની શક્યતા વધું છે.

ભાજપ

  • અમરેલીમાં વિધાનસભા ચૂંટણીમાં આખું અમરેલી એન્ટી બીજેપી બન્યુ હતું. આજે પણ એવું જ છે.
  • ભાજપે વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીમાં સારો દેખાવ કર્યો નથી, રાજકીય ખુવારી થઈ છે, તેથી સાંસદ નારણ કાછડિયા બદલવા પડશે. નહીંતર ભાજપ માટે મુશ્કેલી છે.
  • વિકલ્પ ભાજપ શોધી રહ્યું છે.
  • નારણ કાછડિયા સંગઠન પર પકડ ગુમાવી ચૂક્યા છે.
  • સંસદમાં તેમણે લેખિતમાં પ્રશ્નો સારા એવા પૂછ્યા છે. પણ અમરેલી માટે ઊભા થઈ ને કે ગુજરાતના લોકો માટે આક્રમક બોલ્યા નથી.

કોંગ્રેસ

  • વિધાનસભાના ચૂંટણી પરિણામો પ્રમાણે કોંગ્રેસ આગળ છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લોકસભા બેઠક પર સારું પ્રભુત્વ ધરાવે છે.
  • અમરેલી બેઠક પરથી જેની ઠુમ્મર, કોકીલાબેન કાકડીયા. અમરેલી કે જેની વિધાનસભાની મોટાભાગની બેઠકોકોંગ્રેસ પાસે જ છે તે બેઠક પર મહિલા ઉમેદવારને મેદાનમાથી ઉતારશે અને વિરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મરનું નામ મૂકવામાં આવ્યું છે.

વચનો પુરા ન થયા

  • સુરતના લોકોએ મોદીને સૌથી વધું ટેકો આપ્યો ત્યારે તેમણે વચન આપ્યું હતું કે, સુરતને ડાયમંડમાં અવલ્લ બનાવશે. પણ ડાયમંડી સીટી સુરતમાં હીરામાં મંદી ઊભી થઈ છે. 30 ટકા કામ ઘટી ગયું છે. 10 ટકા એટલે કે 450 હીરાના કારખાના બંધ થયા છે. 50 હજાર હીરાઘસુઓને સીધી અસર થઈ છે. જેની વહેલી ખરાબ અસર અમરેલીમાં પડી છે.
  • વડાપ્રધાને અમરેલીના એ.પી.એમ.સી.ના નવતર પ્રોજેકટો અને ડેરીના નવા પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર રૂપિયા 4 કરોડની સહાય આપશે તેવી જાહેરાત પણ કરી હતી. જે હજુ મળી નથી.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની હાજરીમાં અમરેલીમાં વચન આપતાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં હવે પાણીનો દુકાળ નહીં પડે અને છેલ્લા 17 વર્ષના અથાગ પ્રયાસો બાદ હવે પાણી સર્વત્ર મળે છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના ખેડુતોનો ઉદ્ધાર થશે. પણ એવું થયું નથી.