ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારનાં આરોપો કરી રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે સરકારે મહેસુલ અને ગૃહ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે કહ્યું હતું કે પ્રજા સુધી પૈસા કેટલાં પહોંચે છે. વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો કોણ ગળી જાય છે. તે કહો..!
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારનાં મુદ્દે રાજકીય આક્ષેપબાજી કરવામાં આવી હતી. આકોટાનાં ધારાસભ્ય સીમા મોહિતએ રાજ્યમાં ઓનલાઈન બિન ખેતી કરવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેનાં જવાબમાં મહેસુલ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લોકોને ઓનલાઇન એનએથી ધક્કા ખાવાનાં બચવા સાથે વચેટીયાઓનો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. કેટલાંકે તેનો વિરોધ કર્યો છે. તો કોંગ્રેસના ત્રણ જિલ્લા પંચાયતનાં પ્રમુખોએ કોર્ટમાં અરજી કરી છે. તેની સામે કોંગ્રેસનાં સભ્યો પુંજા વંશ અને અનિલ જોષીયારાએ કહ્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ કબુલ્યું છે કે મહેસુલ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારાં મુખ્યમંત્રી તો ખૂબ જ ભોળા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષનાં સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં એક રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ લાભાર્થી પાસે પહોંચે છે. આ આરોપ સામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રાજકીય આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો જ ખવાઇ જાય છે. આ રૂપિયો કોણ ગળી જાય છે. તે કહોને… આ વખતે બંને પક્ષે સામસામા આરોપો સાથે રાજકીય નિવેદન કરવામાં આવ્યાં હતા.
મુખ્ય પ્રધાને ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું કહ્યું કે સાબિત કર્યું
થોડા સમય પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કબુલ્યુ હતુ કે મહેસુલ ખાતામા ભ્રષ્ટાચાર છે. સુરેન્દ્રનગર ર કલેકટરે પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ એસીબીમા સત્તાના દૂરપયોગની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. એસીબીમા ગેસ કેડરના અધિકારી ચંદ્રકાંત પંડયા સહિત ત્રણ અધિકારી અને જમીનનો ગેરકાયદે લાભ મેળવનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. તેથી આ વાત સાબિત થઈ છે. સરકારી જમીન હાઈકોર્ટના ચુકાદા અને સરકારના પરિપત્રનો ખોટા અર્થઘટન કરી ખાનગી ઠેરવી છે. જેની સરકારી જંત્રી પ્રમાણે કિમંત રૂ.3,23,03,556 થાય છે. ત્યારે હાલ સરકારે ત્રણેય સરકારી કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે તમામ અધિકારીઓના નિવાસસ્થાને સર્ચ પણ હાથ ધર્યુ છે.
રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. તો આ સાથે જ રાજ્યની આ પ્રથમ ઘટના છે કે જેમા ખુદ આઈએએસ અધિકારી દ્વારા પોતાના જ અધિકારીઓ વિરૂદ્દ એસીબીમા ફરિયાદ દાખલ કરાવી હોઈ.