“માં અમે તૈયાર છીએ. તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું.” એમ હાર્દિક પટેલે છાતી ઠોકીને 12 ડિસેમ્બર 2019ના રોજ કહ્યું છે. મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે, જેમાં અમિત શાહનો વિરોધ પાટીદારો કરી રહ્યાં છે.
હાર્દિક પટેલે અગાઉ ચૂંટણીમાં શું કહ્યું હતું,
કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે.
કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું હતું કે, “અમિત શાહ ગૃહમંત્રી બન્યાં છે જેથી હું મારી શુભકામનાઓ તેમને પાઠવું છું. પરંતુ આજે કેટલાંક ભક્તોનાં મેસેજ આવ્યાં કે હવે તમારું શું થશે હાર્દિક. એટલે કે અમિત શાહનાં ગૃહ પ્રધાન બન્યા પછી ભક્ત ખૂબ ખુશ છે. આપણાં જેવા યુવાનો જે ભાજપ સામે લડશે તેવાં યુવાઓને શું મારી દેવામાં આવશે? ચાલો ભગવાનની જેવી ઇચ્છા!”
अमित शाह जी गृह मंत्री बने हैं इसलिए मैं हार्दिक शुभकामनाएं देता हूं।लेकिन आज कुछ भक्तों के मुझ पर मैसेज आए कि अब तेरा क्या होगा हार्दिक।मतलब अमित शाह के गृह मंत्री बनने के बाद भक्त काफी खुश हैं।भाजपा के खिलाफ लड़ने वाले हम जैसे युवा को मार दिया जाएगा ? चलों जैसी भगवान की इच्छा !
— Hardik Patel (@HardikPatel_) May 31, 2019
અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમનાં ઇશારા પર રાજ્યમાં પ્રદર્શનકારીઓની સાથે સખ્ત વર્તન કરવામાં આવી રહેલ છે. શું અમિત શાહનાં ગૃહમંત્રી બન્યા બાદ તેનાં જેવા યુવાનને મારી નાખવામાં આવશે. તેઓએ જણાવ્યું કે ભાજપ ચીફનાં ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ખૂબ જ ખુશ છે અને તેઓ તેમને પૂછી રહ્યાં છે કે હવે તેમનું શું થશે.
ભાજપની સરકાર વિકાસની મોટી વાતો કરે છે પણ જસદણ કે વીંછીયા સાથે સાવકી મા જેવું વર્તન કર્યું છે. તમારી પાસે અવસર આવ્યો છે. પાણી વગરના રૂપાણીને કહેજો કે કઇ નો કરી શકો તો રાજીનામું આપો.
આ લડાઈ સમાજના હિત માટે છે. અમને સહન કરવાની આદત નથી એટલે છાતી ખોલીને મોદી અને અમિત શાહ સામે લડવા નિકળ્યા છીએ. ભાજપના જાડી ચામડીના લોકો તો ભ્રષ્ટાચારમાં મસ્ત છે. નરેન્દ્ર મોદી કાઈ નથી કરી શક્યા અને કોઈ ખાતામાં 15 લાખ નથી આવ્યા એનું ધ્યાન રાખજો. પાંચ રાજ્યોના પરિણામ આવ્યા છે. ત્યાંની જનતાએ જાગૃત હોવાનું સાબિત કર્યું છે. જો જાગૃત નહીં થાવ તો દિવસે-દિવસે ખેડૂતની આત્મહત્યાનો આંકડો મેચના સ્કોરની જેમ વધતો જશે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓથી ડરતા હોવાનો દાવો પણ કન્હૈયા કુમારે ચૂંટણીમાં કર્યો હતો.