અમિતાભ બચ્ચનનું સફેદ રણ બ્રાઉન કેમ થઈ ગયું ?

ખાસ અહેવાલ – દિલીપ પટેલ

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતાથી અનેક સીનેહસ્તીઓ તથા વિદેશના વીઆઈપી મહેમાનો સફેદરણ જોવા આવે છે. મહેસૂલ સચિવ પંકજ કુમાર કચ્છના સફેદ રણમાં જઈ આવ્યા અને ફોટો પણ શૂટ કર્યો હતો. હવે ગુજરાત વિધાનસભાની સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2019 સુધી કચ્છ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોનો અભ્યાસ કરવા જઈ રહી છે. જે 4 જાન્યુઆરીએ ધોરડો જઈને ટેન્ટ સિટીમાં રાજ રોકાશે અને જેઓ સફેદ રણની મુલાકાત લેશે. પણ અમિતાભ વચ્ચેને દુનિયાના લોકોને ખાતરી આપી છે કે, કચ્છનું સફેદ રણ જોવા આવો. હવે સફેદ રણ રફેદ રહ્યું નથી. તે મેલું થઈ ગયું છે. આમ વ્હાઈટ રણ બ્રાઉન કેમ થઈ ગયું તેની તપાસ ખાતરી સમિતિ કરશે જ પણ લોકોને તે ખાતરી આપવામાં આવી હતી કે સફેદ રણ જોવા આવો તેનો ભંગ થઈ રહ્યો છે.

ભૂજથી 80 કિમી દૂર આવેલા રણમાં રણોત્સવ 95 દિવસ સુધી ચાલે છે. અપ્રતિમ સુંદરતાને કારણે કચ્છનું રણ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચંદ્રની રોશનીમાં ઉંટની સવારી કરે છે. ધોરડોથી કચ્છનું મોટું રણ શરૂ થાય છે. અહીં આ વર્ષે વરસાદ થયો નથી. જો સારો વરસાદ થાય તો જ સફેદ રણ સફેદ રહે છે. જો વરસાદ ન થાય તો સફેદ રણ પીળું પડી જાય છે. ગયા વર્ષે જમીનની સપાટી પર મીઠું જામેલું હતું તે જ મીઠું આ વર્ષે છે. જે પીળું પડી ગયેલું છે. જો કચ્છમાં વરસાદ થયો હોત તો વ્હાઈટ રણ બ્રાઉન થઈ ગયું ન હોત. લોકો મુલાકાત લઈને અમિતાભ વચ્ચનની ખાતરી યાદ કરે છે. હવે ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ આ બાબતે તપાસ કરે એવી માંગણી થઈ રહી છે.

સની લિયોન આવી

‘તેરા ઇન્તઝાર’ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થયું હતું. જેમાં ભાગ લેવા સની લિયોન અને અરબાઝ ખાન આવીને 14 દિવસ કચ્છમાં શૂટિંગ કર્યું હતું. સહ નિર્માતા, મૂળ ગાંધીધામના હનીફ નોઇડા અને પ્રોડ્યુસર દંપતી અમન મહેતા અને બીજલ મહેતા ગાંધીધામના છે.

2016માં પણ આવું જ થયું હતું

2016માં ટેન્ટસિટી નજીકના ગેટ વે ટુ રણ રિસોર્ટની મુલાકાત મુખ્ય પ્રધાને લીધી હતી, જ્યાં રૂ.62 લાખના ખર્ચે બનેલા સિમેન્ટ અને ટાઈલ્સના 10 કચ્છી ભૂંગાંનું ભૂમિપૂજન કરીને 2015માં માટી અને ઘાંસના બદલે સિમેન્ટકોંક્રીટના બનેલા 10 ભૂંગાંનું નિરીક્ષણ કર્યું હતું. ધોરડોનાસરપંચ મિયાંહુસેન ગુલબેગે તેમને આવકાર્યા હતા. તેઓ વૈભવી ટેન્ટમાં રોકાયા હતા. રણમાં જવાના બદલે તેઓએ ઢળતી સાંજે વોચ ટાવર પરથી અમૂક ક્ષણો પૂરતો સનસેટ નિહાળ્યો હતો. કારણ કે રણમાં પાણી ભરાયેલાં હતા. તેથી સફેદ રણ ન હતું. પ્રવાસીઓ નારાજ થયા હતા. પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. હવે આ વખતે બ્રાઉન રણ જોવા મળી રહ્યું છે.

સચીન તેંડુલકર સફેદરણમાં ફર્યા

2 ફેબ્રુઆરી 2018માં સચીન તેંડુલકર અને તેમના પત્ની અંજલીએ સફેદરણ ફરીને કેમલ સફારીની મજા માણી હતી. સરપંચ મીયા હુસેને સચીનનું સ્વાગત કર્યું હતું. સચીન અને અંજલીએ કચ્છી ભોજન, કચ્છી કલાકરોના ભજન, સફેદરણમાં સુર્યાસ્ત, સનસેટ પોઈન્ટ પરથી સેલ્ફી લીધી હતી. આ વર્ષે તેઓ આવ્યા હોત તો તેમને સફેદ રણ જોવા ન મળત.

100 રૂપિયાની ઊંચી ફી

મહાનાયક અમિતાબ બચ્ચને જાહેર ખબર કરીને કચ્છ નહી દેખાતો કુછ નહિ દેખા ગણાવે છે. પણ, પીળું કે સફેદ રણ જોવા માટે આવતા પ્રવાસી પાસેથી પ્રવેશ ફી પેટે 100 રૂપિયા લેવાય છે. ગુજરાત ટુરીઝમવિભાગ અને રાજય સરકાર કરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ 100 રૂપિયા ખર્ચ છતાં પણ પ્રવાસીઓ નિરાશ થઇને પરત જઈ રહ્યા છે. ટેન્ટમાં 2 રાત અને 3 દિવસ માટે 15થી 16 હજાર ચૂકવવા પડે છે જ્યારે નોન-એસી કોટેજની 2 રાત અને 3 દિવસ માટે કિંમત 11 હજાર રૂપિયા છે. રણોત્સવના પ્રવાસીઓની સંખ્યા 2012માં 10 હજાર હતી હવે 100000ની આસપાસ રહે છે.

7000 લોકોનું ઓનલાઈન બુકિંગ

વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવ માટે 1 નવેમ્બરથી પ્રારંભ થઇ ચુક્યો છે. આ વર્ષે રણોત્સવમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને ટેન્ટસિટીમાં રજવાડી અને દરબારી ટેન્ટ સૌથી વધારે છે. આવર્ષે રણકી કહાનિયા થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  7,000 જેટલા પ્રવાસીઓએ ઓન લાઈન બુકીંગ કરવી દીધું છે. આગામી 20 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે.

ઉપરાષ્ટ્ર પતિ આવ્યા હવે રાષ્ટ્રપતિ આવશે

3 ફેબ્રુઆરી 2015માં ભારતના ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી ધોરડોનું સફેદ રણ જોવા માટે આવ્યા હતા. તેમના પત્ની બેગમ સલમા સાથે સફેદ રણની મજા માણી હતી. હવે ભારતના રાષ્ટ્રપતિ અહીં આવવાના હોવાથી તેમના સ્વાગત માટે તૈયારી શરૂ થઈ છે.