ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગાંધીનગરની બેઠક પરથી અડવાણીની ટિકિટ કાપીને ઉમેદવારી નોંધાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાસવાન હાજર હતા. તેમણે કાયદા મુજબ પોતાની સંપત્તિ જાહેર કરવી પડી છે. જેમાં તેમની કુલ સંપત્તિ રૂ.11.78 કરોડથી વધીને રૂ.30.49 કરોડ થઈ છે. પોતાના નામ પરની સંપત્તિમાં 259 ટકાનો જબ્બર વધારો થયો છે. એમના પત્ની સોનલબહેન નામે રૂ.8.36 કરોડની છે. અમિત શાહની પોતાની ર્વાિષક આવક 2013-14માં રૂ.41.93 લાખ હતી, જે 2017-18માં વધીને રૂ.53.91 લાખ થઈ છે. એમની પત્નીની ર્વાિષક આવક 2013-14માં રૂ.14.56 લાખ હતી, તે 2017-18માં રૂ.2.31 કરોડે પહોંચી છે.
જોકે તેના પુત્ર જય શાહની કોઈ વિગતો કાયદા મૂજબ આપવાની થતી નથી.
અમિત શાહે જે મિલકતો જાહેર કરી છે તેની તપાસ ચૂંટણી પંચ કરશે નહીં.
અમિત શાહ પોતાના નામે રૂ.18.24 કરોડની અને પત્નીના નામે રૂ.5.31 કરોડની જંગમ મિલકતો તેમજ પોતાના નામે રૂ.18.25 કરોડની અને પત્નીના નામે રૂ.3.05 કરોડની સ્થાવર મિલકતો છે. અમિત શાહનું દેવું સેમ્બર 2012માં રૂ.2.61 કરોડથી ઘટીને 2019માં રૂ.15.77 લાખ અને પત્નીના નામે રૂ.31.93 લાખ થઈ ગયું છે.
3.85 કરોડની સ્થાવર જંગમ મિલકતો છે તેમજ 10.38 જંગમ વારસાગત મિલકતો છે. ઉપરાંત હાલમાં સ્થાવર મિલકતની બજારકિંમત રૂ.12.24 કરોડ થવા જાય છે. અમિત શાહે રૂ.2.94 કરોડની સ્થાવર મિલકતની ખરીદી કરી છે જ્યારે હાથ પર તેમની પાસે રૂ.18 લાખની રોકડ છે. રૂ.ઉપરાંત 35 લાખની કિંમતના દાગીનાઓ છે. તેમની વાર્ષિક આવક રૂ.53.80 લાખ છે. જ્યારે કે તેમની પત્નીની આવક રૂ.2.30 કરોડ છે. અમિત શાહ કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે રૂ.14.97 કરોડની વારસાગત મિલકત અને રૂ.3.26 કરોડની સ્વપાર્જીત મિલકત છે.
આ ઉપરાંત તેઓ બેંકમાં રૂ.18.89 લાખની થાપણ ધરાવે છે. તો પત્નીના નામે બેંકમાં રૂ.18.72 લાખની થાપણ છે. પતિ-પત્ની શેરબજારમાં પણ રોકાણ ધરાવે છે. અમિત શાહના નામે રૂ.17.59 કરોડ શેર છે. જ્યારે કે તેમની પત્નીના નામે રૂ.4.36 કરોડના શેર છે.
સોલામાં રૂ.1.55 કરોડનું મકાન, આશ્રમ રોડ પર રૂ.1.50 કરોડ અને થલતેજમાં રૂ.1.5 કરોડના મકાન છે. તો મેમનગરમાં તેમનું રૂ.15 લાખનું મકાન અને માણસામાં રૂ.2.50 લાખની મિલકત છે. તેમની પાસે રૂ.1.25 કરોડની જમીન અને રૂ.6.26 કરોડની બીનખેતીની જમીન છે. અમિત શાહના નામે 15 લાખ 77 હજારની જ્યારે કે તેમની પત્નીના નામે 31 લાખ 92 હજારની લોન છે.
અમિત શાહની સંપત્તિ
પત્નીની આવક 53,90,970
વારસાગત મિલકત્ત 14 કરોડ 97 લાખ
સ્વપાર્જિત મિલકત 3 કરોડ 26 લાખ
બેંકમાં થાપણ 18,89,710
પત્નીના નામે બેંકમાં થાપણ 18,72,172
શેર્સમાં રોકાણ 17,59,18,349
પત્નીના નામે શેર્સમાં રોકાણ 4,36,78,490
સોલામાં મકાન કિંમત 1 કરોડ 55 લાખ
આશ્રમ રોડ પર મકાન કિંમત 1 કરોડ 50 લાખ
થલતેજમાં મકાન કિંમત 1 કરોડ 50 લાખ
મેમનગરમાં મકાન 15 લાખ
માણસામાં મકાન 2.50 લાખ
જમીન રૂ.1 કરોડ 25 લાખ
બિનખેતી જમીન રૂ 6 કરોડ 26 લાખ
કુલ મિલકત્ત 12 કરોડ 24 લાખ
લોન 15 લાખ 77 હજાર
પત્નીના નામે લોન રૂ 31 લાખ 92 હજાર
આંકડા રૂપિયામાં છે
પોતાના 9 બેન્ક ખાતામાં રોકડ – 16.28 લાખ
હાથ ઉપર રોકડ – 21 હજાર
પત્નીના 5 બેન્ક ખાતામાં રોકડ – રૂ.11.52 લાખ
પત્નીના હાથ ઉપર રોકડ – 73 હજાર
પોતાના નામે એફડી – 2.61 લાખ
પત્નીના નામે એફડી – 7.19 લાખ
શેરોમાં રોકાણ – 17.59 કરોડ
પત્નીનું શેરોમાં રોકાણ – 4.37 કરોડ
પોતાના નામે વારસાગત 770 ગ્રામ સોનાના દાગીના, 7 કેરેટ હીરાના દાગીના, 25 કિલો ચાંદી- 30.65 લાખ અને
સોના-હીરાના દાગીના- 63.34 લાખ
સ્થાવર મિલકત
વડનગરના કરબટિયા ગામે 20,954 એકર ખેતીની જમીન – 1.60 કરોડ
દસ્ક્રોઈના લીલાપુર ગામે 1408 એકર ખેતીની જમીન – 45.61 લાખ
ગાંધીનગરના પ્લોટ- 510 તથા તેના ઉપર 3511 ફૂટમાં આંધકામ – 26 લાખ
શીલજમાં બંગલો – રૂ.6 કરોડ
સોલા-શપથમાં 2690 ફૂટ કમર્શિયલ મકાન – 1.55 કરોડ
સૂર્યા કોમ્પલેક્સ, ગુરુકુળ ખાતે 293 ફૂટની દુકાન – 15 લાખ
માણસામાં 8536 ફૂટનું મકાન – 2.50 લાખ
થલતેજમાં રોયલ ક્રેસેન્ટ સુદિપ સોસાયટીમાં બંગલો – 3 કરોડ
આવકવેરાના રિટર્નમાં બતાવેલી આવક
વર્ષ – પોતાની આવક – પત્નીની આવક
2013-14 – 41.93 લાખ – 14.56 લાખ
2014-15 – 25.63 – લાખ – 39.76 લાખ
2015-16 – 28.62 લાખ – 1.56 કરોડ
2016-17 – 43.68 લાખ – 1.06 કરોડ
2017-18 – 53.91 લાખ – 2.31 કરોડ
મિલકતો
જંગમ – 18.24 કરોડ – 5.31 કરોડ
સ્થાવર – 12.25 કરોડ – 3.05 કરોડ
ડિસે-2012 – 11.78 કરોડ – 2.61 કરોડ
ઓગસ્ટ – 2017 – 34.31 કરોડ 0.48 કરોડ