અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસે બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. ૫૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે.
આ બ્રિજ ગુજરાતનો સૌ પ્રથમ પ્રિસ્ટ્રેસ ટીયર કેપ સ્ટ્રક્ચરની અદ્યતન ટેકનોલોજીથી બનેલો છે. બ્રિજની લંબાઇ 805 મીટર છે. ઉસ્માનપુરા બાજુ 4 હજાર ચોરસ મીટર જ્યારે આકાશવાણી તરફ 1 હજાર ચોરસ મીટર પાર્કિંગ વ્યવસ્થા છે. બ્રિજની નીચે મુસાફરો માટે અદ્યતન પે-એન્ડ યૂઝ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજનો અંદાજિત ખર્ચ 60 કરોડ થયો છે.
અમિત શાહ 3 અને 4 જુલાઇના રોજ અમદાવાદની બે દિવસની મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો આ પહેલો પ્રવાસ છે. અમદાવાદ આવતાં જ તેઓએ મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાની યાદગીરી માટે ગાંધીચોક (ઈન્કમટેક્સ ચાર રસ્તા) પર મૂકેલી અમદાવાદની આઈકોન બનેલી પ્રતિમાં પૂલ નીચે આવી જતાં તેનું અપમાન પુલનું ઉદઘાટન કરીને અમિત શાહે કર્યું છે.
ગાંધીજીની ઊંધી દાંડી યાત્રા
ગાંધીધીએ 2030માં ગાંધી આશ્રમથી દાંડી યાત્રા કાડીને સમગ્ર વિશ્વમાં ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી. તેઓ અહીંથી પોતાના સાથીઓ સાથે ચાલતા નિકળ્યા હતા. તેથી દેશભરના લોકોને પ્રેરણા મળે તે માટે અહીં ગાંધીજીના હાથમાં લાકડી અને દાંડી યાત્રામાં નિકળ્યા હોય એવી પ્રતિમાં બનાવી હતી. હવે અત્યાચારની લાકડી વીંઝતા સવાયા અંગ્રેજો જેવા શાષકો ગાંધીજીની પ્રતિમાને ઝાંખપ લગાવી રહ્યાં છે. મહાત્મા ગાંધી એક એવું નામ છે જે કોઈપણ કાળે અને કોઈપણ સ્થળે હમેંશા પ્રસ્તુત રહેવાનું જ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિફત પૂર્વક બાપુની પ્રતિમા હટાવી નાખવાનો કારસો ઘડી કાઢયો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ઈન્કમટેક્ષ સર્કલથી નવા વાડજ ખાતે ખસેડવાનો નિર્ણય ગાંધીજીની પાંચ સંસ્થાઓ દ્વારા લેવામાં આવ્યો હતો. જેનો વિરોધ થયો હતો. 2 ઓક્ટોબર 2018ના રોજ ગાંધીજયંતી નિમિત્તે બાપુની પ્રતિમાને જૂના વાડજ સર્કલ ખાતે સ્થાપિત કરવાનું નક્કી કરી લેવામાં આવ્યું હતું.
પુલ નીચે પુતળું રાખી અપમાન
ઈન્કમટેક્ષ ખાતે બની રહેલા નવા ઓવરબ્રિજ નીચે ગાંધીજીનું પૂતળું આવી ગયું છે. ટૂંક સમયમાં ગાંધીજીની પ્રતિમાને પહેલા ગાંધીઆશ્રમમાં મુકવાનું ન્કકી કરાયું હતું. ત્યાર બાદ જૂના વાડજ દાંડીકૂચ ચોકમાં સ્થાપિત કરવામાં આવશે. જે સંજોગોમાં પ્રતિમા ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેણે સવાલો ઊભા કર્યા છે. ઈન્કમટેક્ષ સર્કલ ખાતે જ્યારે ઓવરબ્રિજ બનાવવાનો પ્લાન પાસ કરાયો હતો તે બાપુની પ્રતિમાને ધ્યાનમાં રાખીને જ બનાવ્યો હતો.
પૂતળુ ખસેડીને ચશ્મા અને ચરખાને મહત્વ
બ્રિજ પણ એવો બનાવવાનું નક્કી થયું હતું કે, જેમાં બાપુ સાથે જોડાયેલી તમામ બાબતો બ્રિજમાં જોવા મળે. ગાંધીજીના ચશ્મા હોય કે, બાપુની લાકડી કે બાપુનો અમર ચરખો. આ તમામ બાબત બાપુની ઉપર થઈને પસાર થતા બ્રિજમાં સાંકળવા માટે સ્પેશિય ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. જે ડિઝાઈન બનાવવા માટે આર્કિટેકને પાંત્રીસ લાખ ફી પણ ચૂકવવામાં આવી હતી. કુલ મેળવીને આ પ્રકારના બ્રિજ માટે સ્પેશિય ડિઝાઈનના નામે રૂ.60 કરોડ ખર્ચ કરાયો છે.
50 કરોડના 60 કરોડ થયા
૨૦૧૬-૧૭ના બજેટમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા વિવિધ ચાર જગ્યાએ રાણીપ, હાટકેશ્વર, ઈન્કમટેક્ષ ચાર રસ્તા અને અંજલિ ચાર રસ્તા ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું હતું. પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર જંકશન ઉપર અને દિનેશ ચેમ્બર જંકશન ઉપર ફલાય ઓવરબ્રિજ માટે ૫૦ કરોડનો ખર્ચ થવા તેમજ ઈન્કમટેક્ષ ચાર રસ્તા ઉપર ૭૫૫ મીટર લાંબો ફલાયઓવર આશરે ૫૦ કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરાયું હતું. જેમાં હવે રૂ.60 કરોડ ખર્ચ થઈ ગયું છે.
આવો પુલ 35 કરોડમાં બની શકે
હકીકતમાં આ બ્રિજ 35 કરોડમાં બની શકતો હતો. પરંતુ બાપુને અહીં જ રાખવાની શરતે બ્રિજની ડિઝાઈન બદવાવામાં આવી હતી. 60 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો. હવે બાપુને અહીંથી ખસેડવાનું નક્કી કરાય છે. બાપુના નામે નાણાં ખિસ્સામાં સેરવી લીધા બાદ બાપુને રજા અપાઈ રહી છે.
ગાંધીવીદીઓ તકવાદી
5 વર્ષ પહેલા બાપુની પ્રતિમા ખસેડવા સામે વિરોધ કરતી ગાંધીવાદી સંસ્થાઓએ સામે ચાલીને પ્રતિમા ખસેડવા AMCને જણાવ્યું છે. શું ગાંધીવાદી સંસ્થાઓ કોઈ દબાણમાં નિર્ણય લઈ રહી છે. બાપુની પ્રતિમા ઉપર પૂલ બનાવવાનો નિર્ણય તંત્રના અણઘડ વહીવટનો પુરાવો છે. આશ્રમ રોડ પર ટ્રાફિકનો સમય ઘટાડવાના હેતુથી આ પુલનું નિર્માણ કરાયું છે. વર્ષ 2016-17માં આ પુલની જાહેરાત કરવામાં આવી હતી.
શહેરમાં 60 પુલ છે
ગાંધી ચોક પર ગાંધીજીના પૂતળા ઉપર પુલ બનાવવાની સાથે અમદાવાદમાં 2018ના વર્ષમાં 26 પુલો બનાવવાનું નક્કી કરાયું હતું. બાદમાં કુલ 86 નવા બ્રીજ બનાવવામાં આવશે. અમદાવાદમાં હાલ 60 પુલ છે.
આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, ગૃહ રાજ્ય કક્ષાના અને મુખ્ય પ્રધાનના આસીસ્ટંટ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, કૃષિ પ્રધાન રણછોડ સી. ફળદુ, સંસદસભ્ય કિરીટ સોલંકી, હસમુખ પટેલ અને મેયર બિજલ પટેલ ખાસ ઉપસ્થિત હતા.