અમદાવાદ, જાન્યુઆરી 11, 2020
આજે પોતાના રાજ્ય ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં જાહેર સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘વિશ્વાસ’ અને ‘સાઇબર આશ્વત’ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ સહિત ઘણા જિલ્લાના પોલીસ વડામથક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ પરિયોજનાના લોકાર્પણ સમયે તેમણે ગુજરાતના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાત સંખ્યાબંધ મહત્વપૂર્ણ વિષયોમાં સમગ્ર દેશનું માર્ગદર્શન કરી રહ્યું છે. તે પ્રકારે આજે આ ‘સાઇબર આશ્વત’ પરિયોજનાનો પ્રારંભ કરીને ગુજરાતે સમગ્ર દેશને નવી દિશા ચિંધી છે.
માનનીય ગૃહમંત્રીએ આ પ્રસંગે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપતી બુક ‘હેન્ડબુક ઓન પોસ્ટલ સર્વિસ ગર બ્રેઇલ’નું વિમોચન કર્યું હતું.
માનનીય ગૃહમંત્રીએ આ પ્રસંગે ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભાત હવે કોઇપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે સમર્થ છે. ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇક કરનારા દેશોમાં શામેલ થઇ ગયું છે. ભારતના આર્થિક વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 70 વર્ષના પ્રયાસો પછી દેશનું અર્થતંત્ર બે ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શક્યું હતું પરંતુ મોદી સરકારે માત્ર પાંચ વર્ષમાં તેને બે માંથી ત્રણ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવી દીધું છે. આજે ભારત દુનિયામાં 7મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
આગળ ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે ગાંધીનગર સાથે જોડાયેલા કલોલ, ચાંદલોડિયા, સાબરમતી, છારોડી અને સાણંદ રેલવે સ્ટેશન પર વાઇફાઇ સુવિધા અને મુસાફરોની સુવિધા માટે ઇલેક્ટ્રોનિટ બોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ગાંધીનગર રેલવે સ્ટેશનના પરિસરમાં 100 ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો ઝંડો ફરકાવ્યો હતો.