અમેરિકાના ચિકુન હેલિકોપ્ટર ભારતના હવાઈ દળમાં મુંદરાથી સમેલ

અમેરિકાથી કચ્છના મુંદરા બંદર પર ઉતારાયેલા 4 અમેરિકન ચિનુક હેલિકોપ્ટરની પહેલી બેચ 25મી માર્ચે ભારતીય વાયુદળમાં વિધિવત સામેલ કરી દેવામાં આવ્યા છે. ચિનુક હેલિકોપ્ટર ચંદીગઢ બેઝ ખાતે તૈનાત કરાશે. ભારતે અમેરિકા પાસેથી 15 ચિનુક હેલિકોપ્ટર મેળવવાનો સોદો કર્યો છે. જે પૈકી પ્રથમ ચાર હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરી 2019માં મુંદરા પોર્ટ ખાતે ડિલિવર કરાયા હતા. આ હેલિકોપ્ટર્સને મુંદરામાં જ એસેમ્બલ કરાઈ ચંદીગઢ રવાના કરાયા હતા. ચિનુક હેલિકોપ્ટર હેવી લિફ્ટ હેલિકોપ્ટર છે. તેમાં સૈન્ય કુમકો, વજનદાર શસ્ત્રસરંજામ સહિતની ભારેખમ ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે છે. સરહદી સુરક્ષાના વ્યૂહાત્કમ દ્રષ્ટિકોણથી વાયુદળે તેને ચંદિગઢ એરબેઝ તૈનાત કરવા નિર્ણય કર્યો છે.

સરકારે ૨.૫ અબજ ડોલરના ખર્ચે અમેરિકા કનિદૈ લાકિઅ પાસેથી ૨૨ અપાચે હેલિકોપ્ટર અને ૧૫ ચિનુક હેલિકોપ્ટરનો ૨૦૧૫ માં સોદો કર્યો હતો.  CH 47 મોડેલના આ ચિનુક હેલિકોપ્ટર ભારે ક્ષમતા ધરાવે છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કર્યો હતો. ૧૦ ટન સામાન સાથે ખૂબ જ વધુ ઊંચાઈએ ઉડી શકતા ચિનુકનો ઉપયોગ પર્વતીય ક્ષેત્રોમાં સારી રીતે થઈ શકશે. ચિનુક ભારતીય કનિદૈ લાકિઅ સેનાની તાકાત વધારશે. ખાસ કરીને પૂર્વીય ક્ષેત્રો આસામ, મેઘાલય, અરૂણાચલ કે જયાં ચીન ઉપર નજર રાખવાની જરૂરત છે, તેવા વિસ્તારોમાં ચિનુક ફાઇટર  હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને તાકાત પુરી પાડી દેશના સંરક્ષણ માટે મહત્વના બનશે. ભારતીય વાયુસેનાના જવાનોએ અમેરિકામાં ચિનુક હેલિકોપ્ટરના ઉડ્ડયન અને તેના લડાઈમાં ઉપયોગ કરવાની ક્ષમતા અંગે તાલીમ પણ લીધી છે.

અમેરિકાની સ્પેશિયલ ફોર્સે આ હેલિકોપ્ટરનો ઉપયોગ અનેક રસપ્રદ મિશનમાં કર્યો છે. ટેન્ક સુધ્ધાં ઉંચકીને લઈ શકતું હેલિકોપ્ટર પાકિસ્તાનમાં છુપાયેલા ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના ઓપરેશનમાં પણ ઉપયોગમાં લેવાયું હતું. અમેરિકાની સ્પેશિયલ ફોર્સિસ જ્યારે લાદેનનો ખાત્મો બોલાવવા પાકિસ્તાનમાં લાદેનના રહેઠાણ નજીક ઉતરી હતી ત્યારે તેમને અહીં ઉતારવા માટે ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચિનુક હેલિકોપ્ટરની જેમ જ ટૂંક સમયમાં ‘અપાચે’ હેલિકોપ્ટરની પણ ડિલિવરી થશે. ચિનુક હેલિકોપ્ટરનું ઉત્પાદન અમેરિકાની બોઈંગ કંપની કરે છે. ભારતે બોઈંગ સાથે ચિનુકની ખરીદી માટે સીધો કરાર કર્યો હતો.

બે એનેજાન છે
બે એન્જિન ધરાવતા ચિનુક હેલિકોપ્ટર 10 ટન સુધીનું વજન વહન કરી શકે છે. આફતના સમયે રાહત અને બચાવ કામગીરીમાં પણ તે ખૂબ ઉપયોગી છે. ચંદીગઢસ્થિત MI-26 હેલિકોપ્ટરના અનુભવી પાયલટના યુનિટ ધ ફીધરવેઈટમાં ચિનુકનો સમાવેશ કરાય છે. દુર્ગમ અને અંતરિયાળ સીમાવર્તી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અટકેલાં પ્રોજેક્ટ્સમાં માલ પરિવહનમાં ચિનુકના કારણે ઘણી ઝડપ આવશે.

હેલિકોપ્ટર એ બોઇંગ કંપનીએ તેના નિશ્ચિત સમયથી પહેલાં માર્ચને બદલે વહેલા જ મોકલવામાં સફળતા મેળવી હતી. આ ચિનુક હેલિકોપ્ટર એ અમેરિકી લશ્કર અને અન્ય 18 સંરક્ષણ દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.  શત્રો, હળવા વાહનો, ભારે મશીનરી, 9.6 ટન વજનની સામગ્રી ઊંચાઇવાળા પર્વતીય વિસ્તારો સુધી લઇ જઇ શકશે. એરફોર્સના અધિકારી-કર્મીઓએ અમેરિકામાં ગત વર્ષે તાલીમ પણ લીધી હતી. દુનિયાના પહેલા ચિનૂક હેલિકોપ્ટરે 1962માં ઉડાન ભરેલી હતી. જે એક મલ્ટીનેશનલ શ્રેણીનું હેલિકોપ્ટર હતું. ચિનૂક હેલિકોપ્ટર અમેરિકાની સેનામાં ખાસ તાકત ધરાવે છે. અગાઉ વાત કરી તે લાદેન સિવાય ઈરાક અને વિયેટનામ વોરમાં પણ ચિનૂક હાજર હતું. ભારત જે ચિનુક ખરીદી રહ્યું છે તે CH-47 પ્રકારનું છે. આ હેલિકોપ્ટર 9.6 ટન વજન ઉઠાવી શકે છે. જેનાથી ભારી મશીનરી, તોપ અને બખ્તરબંધ ગાડીઓ લાવવા જવા સક્ષમ છે.