વાશિંગ્ટન,તા.૧૯
અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજા છે. ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ આૅપન ડાર્સ રિપાર્ટ આૅન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ચોથા વર્ષે દસ લાખથી વધુ રહી હતી.
અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ અમેરિકાના અર્થતંત્રમાં આંતરરાષ્ટÙીય વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં ૪૪.૭ અબજ ડાલરનો ફાળો આપ્યો હતો. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૫.૫ ટકા વધુ હતી. અમેરિકામાં ચીને ૨૦૧૮-૨૦૧૯માં ૩,૬૯,૫૪૮ અને ભારતે ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થી મોકલ્યા હતા. તે વર્ષે અહીં આંતરરાષ્ટÙીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૯૫,૨૯૯ હતી. આ આંકડો આગલા વર્ષની સરખામણીમાં ૦.૦૫ ટકા વધુ હતો.
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટÙીય (વિદેશી) વિદ્યાર્થીઓની કુલ ટકાવારી ૫.૫ ટકા છે. અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન, ભારત પછી દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને કેનેડાના વિદ્યાર્થીઓનો ક્રમ આવે છે.