અમે બંગડી પહેરી નથી એવું કોંગ્રેસે કહેતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હું આવું બોલ્યો જ નથી

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ધમકી આપતાં દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ પંચે ગંભીર નોંધ લીધી છે. જોકે ચૂંટણી પંચ તેમાં કોઈ પગલાં ભરી શકે તેમ નથી. પણ ભાજપ ગુજરાતમાં મત મેળવવા માટે હિંસાનો માર્ગ અપનાવી રહ્યો હોવાનું તે ઘટના પરથી સ્પષ્ટ થયું છે. ત્યારે તેની સામે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રસના ઉમેદવાર પ્રશાંત પટેલે મતદારોને ધમકાવવાની વાતને ગંભીર લીધી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે રીતે મતદારોને ધમકી આપી રહ્યા છે. ધમકીઓ આપવાનો શોખ હોય તો તમારા મિનિસ્ટર અને ચીફ મીનીસ્ટરને ધમકી આપો. તમારા શાસનમાં યુવાનો બેરોજગાર થયા છે અને ખેડૂતોના દેવા વધી ગયા છે. તમે તમામ તમામ ક્ષેત્ર નિષ્ફળ ગયા છો.

પ્રશાંત પટેલે કહ્યું હતું કે, મારી ખુલ્લી ચેતવણી છે કે, કે મહેરબાની કરીને તમે જે શરૂઆત કરી છે, તે બંધ કરી દેજો. પરપ્રાંતીય સમાજના લોકો અહિંયા આવીને રોજગારી લે છે. તેનું જીવન શાંતિથી જીવે છે. આ હિમ્મત ગુજરાતમાં કરવાની નહીં, અમે કોઈ બંગડી પહેરીને બેઠું નથી. મતદારોમાં ભય ઉભો કરવા મામલે તેઓની સામે કેસ દાખલ કરવામાં આવે.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફેરવી જોળતા કહે છે કે, હું આ બોલ્યો જ નથી. ઠેકાણે પાડી દેવાના શબ્દની સ્પષ્ટ કરતા તેઓએ કહ્યું હતું કે, ઠેકાણે પાળી દેવાનો મતલબ એ છે કે, કોઈની બદલી કરાવી દઈશ કોઈને નોકરી અપાવી દઈશ. તમે લોકો ઠેકાણેનો મતલબ અલગ સમજો છો. મારી માતૃ ભાષા હિન્દી છે.

પણ વિડિયોમાં તો આ બાહુબલી નેતા રીતસર ધમકી આપી રહ્યાં હોવાનું જણાય છે.