અરવલ્લીના જંગલોમાં આગના બનાવો વધી ગયા

અરવલ્લીની ગીરીમાળાઓમાં અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલોની વનરાજીની જાળવણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં સતત આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસાના માથાસુલીયા ગામ નજીક જંગલમાં આગ લાગતાં ૫ કલાક થી વધુના સમય થી આગ કાબુમાં ન આવતા વનરાજી બળી ને ખાખ થઈ હતી ભિલોડા તાલુકાના ઉબસલ,ચુનાખાણ,બોલુન્દ્રા, વાઘેશ્વરી,પાદરા,ગાંભોઇ નજીક હથરોલ સહીત ગામ નજીક આવેલા ડુંગરો અને જંગલમાં આગ લાગતાં વનતંત્ર વિભાગ હાંફી ગયું હતું

અરવલ્લીની ગીરીમાળાઓમાં સતત આગની ઘાટનો બનતા ડુંગર અને જંગલમાં આગ કોઈ અસામાજિક
તત્વો દ્વારા લગાડી તેમના દ્વારા કિંમતી લાકડાની ચોરી છુપાવવા આગ લાગવડવામાં આવતી હોવાનું અને તેમાં વનવિભાગ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત હોવાનું પર્યાવરણ પ્રેમીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે
શુક્રવારે ભિલોડા પંથકના ઉબસલ,ચુનાખાણ,બોલુન્દ્રા, વાઘેશ્વરી,પાદરા, નજીક આવેલા ડુંગરોમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અને આગના લપકારા સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોમાં ભય ફેલાયો હતો સ્થાનિકોએ આગ હોલવવા પ્રયત્નો કરી ભિલોડા વનવિભાગ અને પોલીસતંત્ર આગના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ પણ પહોંચી હતી ગાંભોઇ નજીક હાથરોલ નજીકના જંગલમાં આગ લાગતાં અને મોડાસાના દધાલીયા નજીક ડુંગર પર આગ લાગતાં મોડાસા ફાયર ફાયટરની ટીમ અને વનવિભાગ ટીમે આગ પર કાબુ મેળવવા કામગીરી હાથધરી હતી
અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અને જંગલમાં લગતી સતત રહસ્યમય આગ પાછળ કોઈ ચોક્કસ કારણભૂત જવાબદાર હોવાની સાથે જગલમાંથી કિંમતી લાકડાની ચોરી કર્યા પછી ચોરી છુપાવવા પણ આગ લગાડવામાં આવી હોવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચુકી છે વનવિભાગ તંત્ર ગાઢનિંદ્રા માંથી જાગી બહાર આવી આગમાં સ્વાહા થતી વનરાજી બચાવવા નક્કર કામગીરી કરે તે ખુબ જરૂરી છે.

અરવલ્લી જીલ્લામાં આવેલા જંગલ અને ડુંગર પર રહેલી વનરાજીમાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવાની સાથે રહસ્યમય બની રહ્યા છે એક જ સપ્તાહમાં આગ લાગવાની ઘટના બનતા વનવિભાગ તંત્રની બેદરકારી છતી થઈ છે. મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક આવેલા ચામુંડાના ડુંગર તરીકે જાણીતા ડુંગર પર આગ લાગતા વનવિભાગ તંત્રના ૧૦ થી વધુ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં આગ કાબુમાં ના આવતા નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
અમદાવાદ-ઉદેપુર ને.હા. નં-૪૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક ગુરુવારે બપોરના સુમારે ડુંગર પર આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી ડુંગરના જગલમાં રહેલા સૂકા પાંદડા, ઝાડ અને પવનના લીધે આગ ઝડપથી પ્રસરતા આગનું રૌદ્ર સ્વરૂપથી ગામલોકો દોડી આવ્યા હતા અને આગના લબકારાથી ભયભીત બન્યા હતા. વનવિભાગ કર્મચારીઓ દોડી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. આગના બનાવને રોકવા માટે વન વિભાગ દ્વારા ફાયર લાઈન તૈયાર કરી આકસ્મિક આગ લાગેતો જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતી આગ ફાયર લાઈન સુધીજ સીમિત થઈ જાય તેવા પ્રયાસો કરાતા હોય છે છતાં સમયાંતરે લગતી આગમાં વનરાજી નષ્ટ થઈ જતા પર્યાવરણને પારાવાર નુકશાન ભોગવવું પડે છે.