અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું

અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોને સીધો લાભથશે,, જિલ્લાના બન્ને જળાશયમાંથી છોડાયેલા સિંચાઈના પાણીથી આશરે બે હજાર જેટલા હેક્ટરમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળી શકશે