ખેડૂતોએ પહેલાં અર્ધનગ્ન થઈને ખેડૂતોએ રેલી કાઢી હતી હવે ખેડૂતો માટે શહેરની ગલીઓમાં હાથમાં કટોરો લઈને 11 ડિસેમ્બરે ભીખ માંગી હતી. કારણ કે ખેડૂતો માટે સાચું બોલનારા ભાજપના આગેવાનને અન્યાય કરવામાં આવ્યો છે. દુષ્કાળગ્રસ્ત ચાણસ્મા તાલુકામાં નર્મદાની નહેરની સુવિધા હોવા છતાં સિંચાઈ માટે ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા 22 ગામના ખેડૂતો માટે ભાજપ અને કોંગ્રેસ એક બની ખેડૂતોની સાચી વાત રજૂ કરતાં ભાજપે ચાણસ્મા તાલુકા ભાજપના ભુતપૂર્વ પ્રમુખ અને છેલ્લા 30 વર્ષથી ભાજપને ઊંચો લાવવા માટે કામ કરનારા પાટણ જીલ્લા ભાજપના કારોબારી સભય ચંદુલાલ શીવરામ પટેલ (મીઠાધરવા)ને સત્યવાદી નેતાને પક્ષમાંથી હાંકી કાઢતાં ખેડૂતો ભાજપ માટે રોષે ભરાયા છે.
મંગળવારના દિવસે આ તાલુકાના ખેડૂતો ચાણસ્મા નગરમાં ફરીને વ્યાપારીઓ પાસે ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા હતા. તેમાં એકત્રીત થતા રકમમાંથી રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું જીવતુ જગતીયુ કરવાવામાં આવશે. જેની આગેવાની ચાણસ્મા તાલુકા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન ચંદુભાઈ પટેલે લીધી હતી. તેમણે નર્મદા નિગમના ચેરમેનને પત્ર લખી નર્મદા ડેમના પાણીનો હિસાબ મેળવવા આર.ટી.આઈ. હેઠળ માહિતી માગતાં સરકાર તેમના પર વિફરી છે.
ખોરસમ, મકતુપુર સિંચાઈ યોજનામાંથી ચાલુ વર્ષે નહેરમાં પાણી છોડવામાં ન આવતા ખેતીનો પાક સાવ નિષ્ફળ ગયો છે. પાણી છોડવા માટે સરકાર વિરૃધ્ધ જુદા જુદા કાર્યક્રમો આપી છેલ્લા 15 દિવસથી રજૂઆત કરી છે. છતાં ભાજનું તંત્ર શિયાળામાં ઘોર નિદ્રામાં છે. તેથી તાલુકાના ભાજપ અને કોંગ્રેસના ખેડૂતો સાથે મળી એકતા બતાવીને સરકાર સામે જંગે ચડયા છે. જેના ભાગરૃપે
પહેલાં ભિક્ષાપાત્રની રકમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રાહત નીધીમાં મોકલવામાં આવશે. તેમ છતાં પાણી ન મળે તો ખેડૂતો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું જીવતા જગતીયું કરશે. જેમાં વીધી પ્રમાણે ખેડૂતોને બાજરીના રોટલા છાસ અને મરચાનું ભોજન અપાશે.
4 ડિસેમ્બર 2018માં ખોરસમ પાઈપ લાઈનમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ બ્રામણવાડાથી પમ્પીંગ સ્ટેશનમાં ઘુસી જઈ અર્ધનગ્ન અવસ્થામાં હલ્લાબોલ કરી રેલી કાઢી હતી. નહેરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત આગેવાન સાગર રબારી અને ચંદુભાઈ પટેલ દ્વારા લીધી હતી.
ખેડૂતો માટે BJPને અલવિદા
ભાજપને સત્તા આપનાર ખેડૂતો છે અને જો ખેડૂતોને પાણી નહિ મળે આગામી ચૂંટણીમાં ભાજપને નીચે પણ લાવી દેશે. ચંદુભાઈ પટેલે ખેડૂતોને કહી દીધું છે કે, જો ખેડૂતોને પાણી માટે લડત કરીશું રહ્યો છું. પેહલા એક ખેડૂત પુત્ર પણ છું. ખેડૂતો માટે ભાજપને અલવિદા પણ કરીશ.