કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા જે મેં પિટિશન કરી હતી તે ચૂંટણી લડવા માટેની ન હતી. મારા પર જે ખોટા કેસો થયા છે, તેની સજામાંથી રાહત આપવાની હતી. વડી અદાલતે જે પણ નિર્ણય લીધો છે તેને હું સ્વીકારું છું, ન્યાય તંત્ર પર મને ભરોસો છે, પછી ભલે અંદરથી દુઃખ હોય. પરંતુ મારી સામે જે કંઈ પરિણામ આવ્યું છે, તે ભાજપની વિરુદ્ધમાં લડવાની પરિણામ આવ્યું છે. હું ભાજપની સાથે બેસી ગયો હોત તો મને કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડાવી દીધી હોત. પણ અમે ભાજપની જોડે નથી બેઠા, અમે ભાજપની સામે લડીએ છીએ તેનું આ પરિણામ છે. મેં પાર્ટીમાં પણ વાત કરી છે કે, વડી અદાલત જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા અંગે અફસોસ છે. અમે તો ઇચ્છતા હતા કે હાર્દિક પટેલ ચૂંટણી લડે. અમને અફસોસ છે કે, હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડે, નહિતર એને પણ ખહર પડત કે કેટલા વીસે સો થાય.
વિજય રૂપાણીને જવાબ આપતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત પર પ્રહારો કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાઈકોર્ટની અંદર દલીલ કોણ કરે ભાજપ સરકારના વકીલો દલીલ કરે, જો તમારે ચૂંટણી લડવા દેવી હોય તો વિરોધ ન કરાય કારણ કે, ચૂંટણી લડવીએ બંધારણીય અધિકાર છે. IBના રીપોર્ટ અનુસાર હાર્દિક પટેલ ચૂંટણી જીતે છે, IB રીપોર્ટના આધારે હાર્દિક ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રમાં તેનો વધારે ફાયદો થઈ શકે તેમ છે. એટલા માટે હાર્દિકને રોકવાનો પ્રયાસ થાય છે, હાર્દિક પટેલે તમને એટલે કણાની જેમ ખુંચે છે કે, ગોડસેની હત્યા કરાવવા વાળા લોકો જોડે ન બેઠો અને ગાંધી જોડે બેઠો. આ ભાજપની ચાલ છે કે, હાર્દિકને કેમ હેરાન કરવો કેમ પરેશાન કરવો. લાલુ યાદવને આવી જ રીતે પરેશાન કર્યા અને હાર્દિકને પણ આવી જ રીતે પરેશાન કરે છે. જે લોકો અવાજ ઉઠાવે છે, તેને પરેશાન કરવાનું આ કામ છે.
ભાજપ સરકાર સામે બોલવું ગુનો છે, એટલા માટે ગુજરાતના મુખ્યમંત્રી આપણા યુવાનોને અલગાવવાદી કહી રહ્યા છે. શરમ આવવી જોઇએ. વિજય રૂપાણીને, તેઓ કદાચ એ ભૂલી ગયા છે કે તેમની પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં જે અલગાવવાદીના સમર્થક છે, એવી PDP પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવી હતી. આપણે યુવાનો તો સામાન્ય જનતાનો અવાજ ઉઠાવીએ છીએ. અમે આતંકીઓ સાથે બિરયાની નથી ખાતા. બિરયાની ખાનારા ભારતને ગુમરાહ કરી રહ્યા છે. અન્યાયની સામે લડનારા યુવાન પર દેશદ્રોહના કેસ કરવામાં આવે છે અને કાશ્મીરમાં પથ્થરબાજી કરનારાના કેસ પાછા ખેંચવામાં આવે છે. ભાજપ બેવડી નીતિ બંધ કરે.
ચૂંટણી લડવાને લઈ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટમાં મારો ચુકાદો નથી આવતો તો પણ હું તો લડવા વાળો માણસ છું, સાડા ત્રણ વર્ષથી હું વિપક્ષની ભૂમિકાથી જ લડતો હતો અને આગળ પણ લડીશ. મને લોકોનો ખૂબ સપોર્ટ હતો, એટલે IBનો રીપોર્ટ હતો કે, હાર્દિક જીતી રહ્યો છે. એટલે તો ભાજપ નથી ઈચ્છતી કે, હાર્દિક ચૂંટણી લડીને પાર્લામેન્ટમાં આવે. જો વગર સત્તાએ હાર્દિક પટેલે આટલું બોલતો હોય તો સંવિધાનિક પદ પર રહીને હાર્દિક પટેલ અમારી વિરુદ્ધ કેટલું બોલશે.
અર્જુન મોઢવાડિયા શું કહે છે ?
ભગવાના બારડ અને હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, ભાજપની નીતિ રહી છે કે, કોંગ્રેસના નેતાઓ પર કેસ કરવા. લોભ લાલચો આપી, કેબીનેટમંત્રી પદ આપીને કોંગ્રેસના નેતાઓને પક્ષ પલટા કરાવવામાં આવે છે. જો આમાં પણ સફળતા ન મળે તો જે રીતે ભગવાન બારડ પર ખોટા કેસ કરીને એમનું સભ્ય પદ રદ કરાવ્યું તેવું કરવામાં આવે છે અથવા હાર્દિક પટેલને ચૂંટણી લડવાના અધિકારો છે. તેના પર પણ તરાપ મારવામાં આવે છે. હાદિક પટેલની જગ્યાએ ભાજપના 30 ટકા ધારાસભ્યો અને સાંસદ સભ્યો એવા છે કે, જેના પર ગંભીર આરોપો લાગ્યા છે. બાબુ બોખરીયા કેબીનેટમંત્રી હતા તેમની 34 દિવસ સજા ચાલુ રહી. છતાં તેમનું કેબીનેટ પદ એમનમ રહ્યું અને તેમને સભ્ય પદ પરથી હટાવવામાં ન આવ્યા. કોંગ્રેસના આગેવાનોને ટાર્ગેટ કરીને તેઓ ભાજપના શરણે જાય એટલે તેમના પર ખોટા કેસો કરીને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે પરંતુ અમે ડબલ જુસ્સાથી એમની સામે લડીશું.