અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે 

ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ બેફામ ઉચ્ચારો કરીને મટા પાયે પક્ષાંતર કરનારા નેતાઓએ ગુજરાતના રાજકાણને ગંદુ કરીને દેશમાં બદનામ કરવાનું કામ કર્યું છે. હવે તેમાં અલ્પેશ ઠાકોર અને તેની ઠાકોર સેના મેદાને આવી છે.

ધવલ ઝાલાએ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને અમે કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કા મારે છે. ખરેખર તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસ પક્ષના દંડક અલ્પેશને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ માંગણી કરી હતી. બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા હવે અલ્પેશનો બચાવ કરી રહ્યાં છે. તેઓ એવું માને છે કે, જો કોંગ્રેસ અલ્પેશ સામે કોઈ પગલાં લેશે તો તેનો સાથ આપવો કે કોંગ્રેસનો સાથ આપવો તેનો તેઓ હવે નિર્ણય લેવાના છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ વાત જ નથી.

અલ્પેશ છાકોરે ફોટો રીલીઝ કરીને કોંગ્રેસને ધમકી આપી છે કે, મારું ધારાસભ્ય પદ છીનવવા માટે કોંગ્રેસ હવાતીયા મારે છે. હું કોંગ્રેસને જવાબ આપીશ તો કોંગ્રેસના નેાતઓને કળ નહીં વળે.

અલ્પેશ અને તેના સાથી ધારાસભ્યોનું પદ જોખમાતા હવે તેેઓએ જ્ઞાતિવાદી રાજકારણ કરીને ફરી એક વખત ઠાકોર સમાજના ખભે બંદૂક મૂકીને કોંગ્રેસ તરફ ફોડવા માટે તૈયારી કરી છે. તેઓ હવે ઠાકોર સેનાની બેઠક બોલાવવાના છે અને ઠાકોર સમાજ કહેશે તેમ કરશે. જોકે કોંગ્રસેથી રાજીનામું આપતાં પહેલાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજની બેઠક બોલાવવાના બદલે ઠાકોર સેસાના થોડા કાર્યકરોની બેઠક બોલાવી હતી.