અલ્પેશ ઠાકોરને હરાવવાનો ગુપ્ત પ્લાન લીક થતાં જીતુ વાઘાણીને ફાયર કરતા અમિત શાહ

(દિલીપ પટેલ)

જીતુ વાઘાણી અને અમિત શાહ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. વાઘાણીને તાબડતોબ સરકારી આરામગૃહમાં અમિત શાહે બોલાવ્યા હતા. જ્યાં તેમણએ અલ્પેશ ઠાકોરને હરાવવા અંગેનો પક્ષના ગુપ્ત પ્લાન કઈ રીતે લીક થયો તે અંગે ખૂલાશો માંગવામાં આવ્યો હતો.

ભાજપની ગાંધીનગરની કચેરીએ ઉપુપ્રમુખની ચેમ્બરમાં ભાજપના અને રાજપાના પક્ષપલટુ નેતાની હાજરીમાં એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે અલ્પેશ ઠાકોરને હરાવવા માટે પહેલાથી નક્કી હતું. આ વાત લીક થઈ અને અલ્પેશ ઠાકોર સુધી પહોંચી હતી. અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં ફરિયાદ કરી હતી. તુરંત તેમણે એક બ્રામણ નેતાને ફોન કરીને કહ્યું પણ હતું.

અલ્પેશ ઠાકોરને હરાવવાનો ગુપ્ત પ્લાન જાહેર થઈ જતાં અમિત શાહે જીતુ વાઘાણીનો ઉઘડો લીધો હતો. પ્લાન પ્રમાણે અલ્પેશના સાથીદાર ધવલ ઝાલાને જીતાડવાના હતા. પણ પ્રદીપસિંહ તેમને જીતાડી શક્યા ન હતા.

રાધનપુર ભાજપ અને અલ્પેશ માટે રણભૂમિ બની ગયું હતું.

અલ્પેશ ઠાકોર પોતે એવું માને છે કે ભાજપે તેમને પક્ષમાં લીધા ત્યારે બીજાની જેમ સન્માન આપ્યું ન હતું. વિઠ્ઠલ રાદડીયા, જવાબર ચાવડા, કુંવરજી બાવળીયાનું જે રીતે જાહેરમાં સન્માન કરીને ભાજપમાં લેવામાં આવ્યા હતા તે રીતે અલ્પેશ ઠાકોરને લેવાયા ન હતા. અલ્પેશ ઠાકોરનો આગ્રહ હતો કે તેમને પક્ષમાં લેવા માટે ગાંધીનગરમાં જે રીતે રાહુલ ગાંધીએ જાહેર કાર્યક્રમ કરીને કોંગ્રેસમાં લીધા હતા તે રીતે લેવામાં આવે. પણ ભાજપે તેમને ના પાડી અને કાર્યલયમાં આવીને પક્ષમાં જોડાવા કહ્યું હતું.

કેમ પ્રધાન ન બનાવાયા

જવાહર અને કુવરજીને પક્ષમાં લઈને તુરંત પ્રધાન બનાવાયા હતા. પ્રધાન બનાવવા માટે અલ્પેશની માંગણી છતાં તેમને પ્રધાન બનાવાયા ન હતા. તે અંગે અલ્પેશે તેના મિત્રોને અનેક વખત બળાપો ઠાલવ્યો હતો. ત્યારે જ ભાજપના અમિત શાહનું ષડયંત્ર તે પારખી ગયા હતા. પણ બીજો કોઈ રસ્તો તેમના માટે બચ્યો ન હતો. ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે પક્ષમાં અલ્પેશનું કોઈ સ્થાન નહીં રહે. જો તેને પ્રધાન બનાવે તો ભાજપના પ્રધાન હાર્યા રહેવાય. તેથી તેમને પક્ષમાં ન તો કોઈ હોદ્દો આપવામાં આવ્યો કે ન તો કોઈ સ્થાન. પણ અલ્પેશ આ ષડયંત્ર સમજી શક્યો ન હતો.

કેમ હરાવાયા

જે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી શકે તે ભાજપ સાથે પણ કરી શકે. અલ્પેશ બળવાખોર સ્વભાવ ધારાવે છે. તેથી અમિત શાહ જાણતાં હતા કે તે ભાજપમાં આવીને પ્રધાન બનશે તો પણ પક્ષને માટે મદદરૂપ થવાના બદલે પોતાનું વરચસ્વ ઊભો કરશે. બળવો કરશે. બીજા શંકરસિંહ અને ત્રીજા કેશુભાઈ પટેલ બની શકે છે. તેથી તેમની હાર પક્ષમાં જતાની સાથે જ નક્કી કરી દેવામાં આવી હતી.

ઠાકોર સેના

અલ્પેશ ઠાકોર ભાજપમાં માત્ર કાર્યકર છે. તે સક્રિય કાર્યકર પણ નથી. તેની પોતાની ઠાકોર સેના છે. ભાજપના સમાંતર કોઈ સંગઠન ચલાવી શકાતું નથી. તેમ છતાં અલ્પેશ ઠાકોરને ઠાકોર સેના ચલાવવા દેવામાં આવતી હતી. તે બંધ કરી દેવા કહેવાયું ન હતું. આમ ભાજપે નક્કી જ કરી લીધું હતું કે ઠાકોર સેનાના વડા જ જીતશે નહીં તો સેના કઈ રીતે રહેશે.

આમ અલ્પેશ ઠાકોર પોતે છેતરાયો હોવાનો બાળાપો તેમણે અમદાવાદના પોતાના મિત્ર સમક્ષ ઠાલવ્યો હતો. ધવલ ઝાલાને જીતાડવાના હતા પણ તે હાર્યા છે. કેમ હાર્યા તે અંગે જીતુ વાઘાણીનો ખૂલાશો અમિત શાહે પૂછ્યો છે.

મુખ્ય પ્રધાનની શંકા

અલ્પેશ ઠાકોરને રાજકીય રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભાજપના મંત્રી શંકર ચૌધરીએ જ મદદ કરી હતી. આ બન્નેએ અલ્પેશ ઠાકોર સાથે જાહેરમાં આવીને તેમને ટેકો જાહેર કર્યો હતો. અલ્પેશ ઠાકોર આ બન્ને નેતાઓને વારંવાર મળ્યા હતા. તેમની સાથે રાજકીય શોદાબાજી કરી હતી. પણ તે તેમની ખતમ કરવાના ષડયંત્રનો એક ભાગ હતો. જે રીતે કોંગ્રેસમાં અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરને ખતમ કર્યા તે રીતે ભાજપના આ બ્નને નેતાઓએ અલ્પેશ ઠાકોરની પીઠ પાઠળ દગો કર્યો હતો.

ચૂંટણી ચાલતી હતી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિદેશ જતાં રહ્યાં હતા. ભારત પર અત્યાચારી રાજ કરનારા મુસ્લિમ મોગલોના દેશમાં જઈને ત્યાં તેમણે ગુજરાતની બિજનેસની વાતો કરી હતી. પણ અલ્પેશને જીતાડવા તેમણે પ્રયાસ કરવાના બદલે ગુજરાત બહાર જતાં રહ્યાં હતા.

શંકર ચૌધરી કેમ વિરોધમાં ગયા

અલ્પેશ ઠાકોરને કઈ રીતે હરાવવા તેનો પ્લાન એ તૈયાર હતો. આ પ્લાન શંકર ચૌધરી માટે તૈયાર કરાયો હતો. હાર પછી તુરંત અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી પર નામ વગર પ્રહારો કર્યા હતા.

શંકર ચૌધરી ક્યારેય પક્ષના નિર્ણયના વિરોધમાં ન જાય. શંકર ચૌધરીએ ભાજપના અલ્પેશ ઠાકોરને હરાવવા માટે કામ કર્યું છે. વળી, અમિત શાહના તમામ રાજકીય ઓપરેશનો પાર પાડતાં પ્રદીપસિંહ જાડેજા ક્યારેય રાધનપુરમાં ઠાકોરને જીતાડવા ગયા નથી. જો અલ્પેશ ઠાકોરને જીતાડવા હતા તો પ્રદીપસિંહ રાધનપુરમાં ધામા નાંખીને પડ્યા હોત. પણ તેમ થયું નથી. શંકર ચૌધરી પ્રચારમાં ગયા નથી. તેમના ટેકેદારોએ નોટામાં મત આપવા માટે અપીલ કરી છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘામીએ એક પણ કાર્યકરને પક્ષમાંથી સ્પેન્ડ કર્યા નથી. ભાજપના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરને હરાવવા માટે અને નોટામાં મત નાંખવા માટે કેમ્પેઈન કરેલું તેના પૂરાવા મોજૂદ છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું જાતિવાદી પરિબળોએ હરાવ્યો

શંકર ચૌધરીની જાતિવાદી ચળવળ તરફ આંગળી ચિંધતા અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું હતું કે, જાતિવાદની રાજનીતિ થઈ જેથી હું હારી ગયો. આવનારી લોકશાહી માટે આ ખતરારૂપ છે. આવનારા સમયમાં હક માટે જ્યાં લડવાનું થાય ત્યાં લડીશ, જે કામ કરવાનું થાય તે કરીશ. ગરીબોને કંઈક આપવું તે ગુનો બનતો હોય એવું ષડયંત્ર કરવામાં આવ્યું. આમ ભાજપના નેતાઓને તેઓ ષડયંત્રકાર કહી રહ્યાં છે. તે શંકર ચૌધરી તરફ આંગળી ચીંધે છે. પણ શંકર ચૌધરીતો અમિત શાહના કહેવાથી કામ કરી રહ્યાં હતા.

શંકર ચૌધરી તરફ આંગળી, ફરી બળવો કરશે

શંકર ચૌધરીને લાગુ પડે એવા આરોપો અલ્પેશ ઠાકોરે લગાવ્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને કારણે હારી ગયા છે એવું કહ્યું નથી પણ જાતિ વાદ તરફ કરે છે. રાધનપુરમાં માત્ર શંકર ચૌધરીનો જ જાતિવાદ ચાલ્યો છે. અલ્પેશે હાર પછી જાહેર કર્યું કે, નવી ઊર્જા સાથે ફરીથી હું આવવાનો છું. હારનું કારણ જાતિવાદી પરિબળો છે. લોકોને ડરાવવાનું અને લલચાવવાનું કામ થયું છે. હંમેશાં સત્યનો વિજય થતો હોય છે, હું  લડતો રહીશ. પક્ષપલટા કરતાં જે લોકોના અધિકારની વાત છે, જેમની હંમેશાં મદદ કરી એવા લોકો કટ્ટરવાદ અને જાતિવાદથી આવે તો દુખ થાય. ઠાકોર  સમાજ માટે લડતા હોઈએ અને લોકો જાતિવાદની નજરથી જુએ તો દુખ થાય. અમને તોફાની કહેવામાં આવે, હું કોઈને નડ્યો નથી. હું તમામ સમાજ માટે લડ્યો છતાં મને જાતિવાદી કહેવાય તો દુખ થાય. હું હારીને બેસી રહેવાનો નથી પરંતુ ફરીથી આવીશ. જે સપનું રાધનપુરના વિકાસ માટે લઈને આવ્યો હતો તે સપનું કદાચ રાધનપુરને પસંદ ન હતું.