જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક તત્વો અને પ્રોહિબીશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જે ૭ બુટલેગરોને અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે તેની યાદી આ મુજબ છે.
- જગદીશભાઈ બાબુરામ બ્રીશ્રોઈ પાસે થી ૭૫૮૪ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૦,૩૩,૬૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
- જીયારામ રુધારામ સરણા પાસે થી ૭૫૮૪ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૦,૩૩,૬૦૦ છે અને તે સુરત જેલ માં છે.
- નથ્થુરામ પીથીરામ કુમ્હાર પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
- સોનુસિંગ રામનિવાસ રાજપૂત પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
- ગોવિંદસિંગ વક્તાવારસિંગ રાવ પાસે થી ૮૫૫૬ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૪,૨૨,૪૦૦ છે અને તે વડોદરા જેલ માં છે.
- હરપ્રીતસિંહ ચમકૉરસિંગ જાટ પાસે થી ૫૬૪૦ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૨૨,૫૬,૦૦૦ છે અને તે વડોદરા જેલ માં છે.
- ગુરુપ્રિતસિંહ હવીંશસિંગ મજલી શેખ પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.