મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારો સામે ફરિયાદ કરવા ૧૮૧-અભયમ્ મહિલા હેલ્પ લાઇન 4 ફેબ્રુઆરી 2014માં અમદાવાદ, સુરત, ગાંધીનગરમાં અભયમ શરૂ થઈ હતી. 8 માર્ચ 2015થી સમગ્ર ગુજરાતમાં તેનો અમલ શરૂ થયો હતો. 6 ઓગસ્ટ 2018માં મોબાઈલ ફોન એપ શરૂ કરી હતી. શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી 52 લાખ કોલ મળ્યા મળ્યા છે. ૧૮૧ – અભયમ્ મહિલા મોબાઇલ એપનો ઉપયોગ પણ સારી રીતે થઈ શકે છે. ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું. રાજ્યમાં મહિલાઓ નિર્ભય બનીને સલામતી અને સુરક્ષાનું વાતાવરણ અનુભવે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે. વર્ષે 12 લાખ અને મહિને 1,00,000 (એક લાખ) મહિલાઓ ઉપર ગુનાઓ કરવામાં આવી રહ્યાં હોવાનું માની શકાય છે. રોજના 3500 બનાવો મહિલા સામે બની રહ્યા છે.
જોકે પોલીસ સ્ટેશન, મહિલા આયોગ, સરકાર, જિલ્લા કલેક્ટર, મામલતદાર, સરપંચ પાસે મહિલાઓ મદદ કે ફરિયાદ કરવા જાય છે તેનો આમા સમાવેશ કરાયો નથી. જો તે કરવામાં આવે તો બીજા 1500 મહિલાઓ આવી શકે છે. તેથી રોજ 5 હજાર મહિલાઓ પર અન્યાય કે અત્યાચાર થતો હોવાનું માનવાને કારણ છે.
2014થી 2018 સુધીમાં35,36,590 કોલ મળ્યા છે. જેમાં ટેલીફોનિક કાઉન્સેલીંગ અને સ્થળ પર જઇને મહિલાઓને તરત મદદ પહોંચાડી છે. 72 હજાર કિસ્સાઓમાં સમયસર વાન પહોંચાડી મહિલાઓની મદદ કરવામાં આવી છે. 44573 સમયે રીસોલ્યુશન કરવામાં આવ્યુ છે. તેનો મતલબ કે 2019માં 17 લાખ મહિલાઓએ મદદ માંગી છે.
પોલીસ દળમાં ૩૩ ટકા પ્રમાણે મહિલાઓની ભરતી કરવામાં આવી હોવાથી મહિલાઓ પરના અત્યારચાર અંગેના ગુનાઓ કે જે વર્ષ ૨૦૧૩માં ૧૧,૦૦૦ હતા તે ઘટીને વર્ષ ૨૦૧૮માં ૫,૦૫૭ જેટલા થયા છે. એટલે કે, મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓના દરમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. દેશના સરેરાશ ૬.૩ ટકા ક્રાઇમ રેટની સરખામણીમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૩.૩ ટકા જેટલો રહ્યો હોવાનું ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું.
ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની કેટલીક વિશેષતાઓ છે.ગુજરાતમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. તેના અભ્યાસ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે.
– આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
- CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.
– Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.
– ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે
– LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે.
– GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવરજવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે.
– એન્ડોઇડ બેઝ‘‘181 અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.
– આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
– રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
– રાજ્ય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે.
– ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
– મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.
– પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ‘‘181 હેલ્પલાઇન’’ની સુવિધાની ઉપલબ્ધિની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ‘‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’’ ૪ ફેબ્રુઆરી, ર૦૧૪ના રોજથી આ સેવા તાલીમબધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪પ રેસ્કયુ વાન સહિત 24×7 સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.
સરકારનો દાવો
મહિલાઓ પરના અત્યારચાર અંગેના ગુનાઓ કે જે વર્ષ ૨૦૧૩માં ૧૧,૦૦૦ હતા તે ઘટીને વર્ષ ૨૦૧૮માં ૫,૦૫૭ જેટલા થયા છે. એટલે કે, મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓના દરમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. દેશના સરેરાશ ૬.૩ ટકા ક્રાઇમ રેટની સરખામણીમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૩.૩ ટકા જેટલો રહ્યો હતો.