અસ્થમાના 80 ટકા દર્દીઓ ઈનહેલર ખોટી રીતે વાપરે છે

ગુજરાતમાં દિર્ઘકાલીન શ્વસનક્રિયાને લગતા રોગોથી 40-69 વર્ષની વય જૂથના લોકોમાં મૃત્યુના કારણોમાં આ ત્રીજુ સૌથી મોટુ કારણ છે અને 70થી વધુ વર્ષની વયના લોકોના મૃત્યના કારણોમાં આ બીજુ સૌથી મોટું કારણ છે. અસ્થમાના મોટા ભાગના દર્દીઓ (80% જેટલા) તેમના ઈન્હેલર્સનો સાચી રીતે ઉપયોગ કરતા નથી. તેનાથી રોગને નિયંત્રણમાં રાખવો મુશ્કેલ બની જાય છે. 

ઈન્હેલર્સના વધું ઉપયોગથી

ભારતમાં અંદાજીત 90% ડોક્ટર્સ અસ્થમા અને સીઓપીડીના દર્દીઓ પ્રથમ વખત તેમની પાસે આવે છે ત્યારે તેઓ તેમાંથી 40% લોકોને ઈન્હેલર્સ સાધનનો ઉપોયગ કરવાનું લખી આપે છે. 

ઘણા દર્દીઓ અવારનવાર તેમની દવાઓ અથવા તો ઈન્હેલર્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી જેનાથી રોગને નિયંત્રણમાં લાવવાનું પડકારજનક બની જાય છે. તેનાથી તેમને ઓરલ થેરેપી આપવી પડે છે. ખોટી ઈન્હેલર ટેકનિકનું પ્રમાણ હજી પણ વધારે છે.

1990માં મૃત્યુના કારણોમાં નવમાં ક્રમે હતું જે હવે 2016માં બીજા ક્રમે આવી ગયું છે. તેનાથી શ્વસનને લગતા રોગોનું ભારણ અને તેને નિયંત્રણમાં રાખવાની અત્યંત જરૂરીયાત દેખાડે છે. અયોગ્ય ટેકનિક અને ઈન્હેલેશન થેરેપીનું યોગ્ય પાલન ન થતું હોવાના કારણે 61% ટકા કેસમાં તેનું યોગ્ય પરીણામ મળતું નથી જ્યારે ફિઝિશિયન્સના કેસમાં 67% ધાર્યું પરીણામ મળતું નથી. 

અસ્થમા મેનેજમેન્ટ માટે શિક્ષણ અને જાગૃતિ લાવવાથી દર્દીઓમાં પણ પોતે જાતે અસ્થમાનું મેનેજમેન્ટ કરી શકે છે તેવો આત્મવિશ્વાસ પણ આવશે.

નબળા હાથ અને શ્વાસના સંકલનના કારણે મોટા ભાગના દર્દીઓ તેને સાચી રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહે છે. નર્સની જવાબદારી ઘણી મહત્વની બની જાય છે, તેમાં કોઈ જ શંકા નથી કે દર્દીઓમાં શ્વાસ લેવાની ટેકનિક ઘણી નબળી હોય છે. 

દર્દીઓને પ્રિસ્ક્રાઈબ કરો તે અગાઉ યોગ્ય સાધનની પસંદગી કરોઃ દવાઓની, શારીરિક સમસ્યાઓ જેવી કે આર્થરાઈટિસ, દર્દીની ક્ષમતા અને કિંમતને ધ્યાનમાં લો. આઈસીએસના મીટર્ડ ડોઝ ઈન્હેલર અને સ્પેસર પ્રિસ્ક્રાઈબ કરો. 

ઈન્હેલર ટેકનિકને ચેક કરો. દર્દીઓને પૂછો કે તેઓ ઈન્હેલરનો કેવી રીતે ઉપયોગ કરે છે. જે તે સાધનમાં આપેલી સૂચનાઓનું પાનલ કરવામાં આવે છે કે નહીં તે જુઓ.

ફિઝિકલ ડેમોન્સ્ટ્રેશન આપો અને પ્રત્યેક તબક્કા પર ધ્યાન આપો. જો તેમાં કોઈ ભૂલ થતી હોય તો તેને સુધારો. જો જરૂર પડે તો ટેકનિક બેથી ત્રણ વાર તપાસો.

ઈન્હેલરની જટિલતા અને તેના ઉપયોગમાં આવતી મુશ્કેલીઓ ડોક્ટર્સ માટે અસ્થમાના રોગને નિયંત્રણ રાખવામાં પડકારજનક બને છે. દર્દીઓને યોગ્ય શ્વાસ લેવાના ફાયદા જાણોવો અને તેમને સાચી ઈન્હેલર ટેકનિક શીખવો. જેનાથી વધારે સારા પરીણામો મળશે.