અહેમદ પટેલ ફરી સત્તામાં આવતાં ગંદી રાજનીતિ શરૂ 

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સામે તથા પોતાના જ પક્ષના ધારાસભ્યો સામે વિધાનસભાના પગાર બિલ અંગે ટીકા કરનારા અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસની શિસ્ત સમિતિએ આજ કોઈ પગલાં લીધા ન હોવાથી કોંગ્રેસમાં તેની ભારે ટીકા થઈ રહી છે. જોકે મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ આ બાબતે પક્ષની અંદર એટલા માટે બોલવાનું ટાળી રહ્યાં છે કારણ કે અલ્પેશ ઠાકોરને ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ અપાવનાર અહેમદ પટેલ છે. રાહુલ ગાંધી સાથે તેમણે જ બેઠક કરાવી હતી. વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં કોરાણે મૂકાયેલાં દેશના નેતા અહેમદ પટેલ ફરી એક વખત ખજાનચી બનીને આવ્યા છે ત્યારે તેઓ દ્વારા પ્રદેશ પ્રમુખ સામે મોરચો ઊભો કરવા માટે અલ્પેશનો ઉપયોગ કરી રહ્યાં હોવાનું પક્ષની અંદરની થીંકટેન્ક માની રહી છે. તેનો સીધો મતલબ એ થયો તો અહેમદ પટેલ ફરી એક વખત મજબૂત થઈને કોંગ્રેસ માટે રૂ.500 કરોડનું ફંડ એકઠું કરવાના છે ત્યારે તેઓ હવે ગુજરાત કોંગ્રેસમાં દખલ વધારી રહ્યાં છે અને અલ્પેશ ઠાકોરને પીઠબળ આપી રહ્યાં છે. અહેમદ પટેલ જેવા ખચાનચી તરીકે જાહેર થયા તેની સાથે જ અલ્પેશે પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણી સામે ઉચ્ચારો કર્યા હતા. તેમણે ત્યાં સુધી પડકાર ફેંક્યો હતો કે પ્રદેશ પ્રમુખ મને પક્ષમાંથી દૂર કરે. તેમ છતાં તેમની સામે અમિત ચાવડા આજ સુધી પગલાં ભરી શક્યા નથી. આવી ગેરશિસ્ત ઊભી કરનાર અહેમદ પટેલ સામે ગુજરાતમાં કોંગ્રેસના એક પણ નેતા કે એક પણ અખબાર કે ટીવી સાચું પણ બોલી શકે તેમ નથી એવું પક્ષનો દરેક કાર્યકર જાણે છે, તેથી પગલાં ભરવાની હિંમત કોણ કરી શકે.

હવે જ્યારે દિલ્હીમાં 26 સપ્ટેમ્બર 2018માં બેઠક મળવાની છે અને તેમાં ગુજરાતની લોકસભાની 12 બેઠકો જીતવા માટે ગુજરાતમાંથી રૂ.50 કરોડ ચૂંટણી ફંડ તરીકે એકઠા કરવા પડે તેમ હોવાથી અને આટલું મોટું ફંડ માત્ર અહેમદ પટેલ જ ઊભું કરી શકે તેમ હોવાથી આ બેઠકમાં રાહુલ ગાંધી સામે પણ કોંગ્રેસના કોઈ નેતા અલ્પેશ ઠાકોરની પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે કંઈ બોલી શકે તેવી હાલતમાં નથી. પક્ષના નેતાઓ જાણે છે કે, અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ફાયદો કરાવ્યો નથી પણ નુકસાન કરાવ્યું છે તેમ છતાં તેમને પક્ષમાંથી દૂર કરાવી શકે તેમ નથી. અલ્પેશ કરતાં જીજ્ઞેશ અને હાર્દિકે વધું ફાયદો કરાવી આપ્યો છે. તેમ છતાં ફરીથી આ ત્રણેય નેતાઓને મહત્વ આપવા માટે આયોજન થઈ રહ્યું છે.