[:gj]ભાજપ ખુટલ અને કોંગ્રેસ પોણીયા – રૂપાલા [:]

[:gj]પરશોતમ રૂપાલાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આંતરિક જુથબંધીથી ભાજપનો પરાજય થયો હોવાનું સ્‍વીકાર્યુ હતું અને કોંગી નેતાઓમાં છે શું કે આપણે તેમની સામે પરાજિત થાય. કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્‍યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍યત્તમ વિજય મેળવવા હાંકલ કરી હતી.

હવે પ્રશ્‍ન એ ઉદભવે છે કે, ભાજપ કરતાં વધુ જુથબંધી કોંગ્રેસમાં ચાલતી હોવા છતાં પણ જિલ્‍લા-તાલુકાપંચાયતો અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્‍ય સફળતા મેળવી હતી. પરંતુ કદાવર નેતા માત્ર જુથબંધીથી ભાજપનો પરાજય થયો છે તેવું જણાવીને પાટીદારોની નારાજગી કે જિલ્‍લાનો વિકાસ કરવામાં ભાજપ અસફળ રહૃાું હોવાથી ભાજપનો પરાજય થયો છે તે સ્‍વીકારવાનું ચુકી ગયા હતા. અને માત્ર જુથબંધીની આડશે નિષ્‍ફળતાનો સ્‍વીકાર કરી શકયા નથી તે હકીકત છે.

અમરેલીમાં ભાજપનું સ્‍નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, મનસુખ માંડવીયા, પ્રભારી મંત્રી આર.સી. ફળદુ સહિતનાં આગેવાનો તેમજ જિલ્‍લા ભાજપનાં તાજી અને માજી પ્રમુખો અને વિશાળ સંખ્‍યામાં ભાજપીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.[:]