પ્રાંતિજ, તા.૧૫
પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે.
સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પાંચ દિવસથી અભ્યાસનો ત્યાગ કરી આઇટીઆઇ ગેટ બહાર ધામા નાખી શિક્ષકોની બદલી રદ કરવા બેનરો અને સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. ત્યારે આ અંગે આઇટીઆઇ નો સંપર્ક કરતા હાજર કર્મચારીઓ દ્વારા આચાર્ય બહાર મિટીંગમાં ગયેલ હોવાનુ જણાવ્યુ હતુ અને હાજર શિક્ષિકોએ પણ આ બાબતે કંઇ પણ બોલવાની સ્પષ્ટ ના પાડી હતી.