ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામણીમાં ૪૬ ટકા વધારે હતુ.
આજ રીતે દેશમાં કયા વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાની ઓફર થઇ તે જોઇએ તો ચાલુ વર્ષે એક વિદ્યાર્થીને વર્ષના ૬૦ લાખ રૂપિયાના પગારની નોકરી ઓફર થઇ છે. ગતવર્ષે સૌથી વધુ ૫૪.૬૦ લાખ રૂપિયાની ઓફર થઇ હતી. આમ, ગતવર્ષ કરતાં આ વર્ષે અંદાજે ૯ ટકા કરતા વધારે વધારો મળ્યો છે.
ચાલુ વર્ષે સૌથી વધુ ૪૭ ઉમેદવારોને આઇ.ટી.સેક્ટરમાં નોકરીની ઓફર આવી છે. ત્યારબાદ બીએફએસઆઇમાં ૧૫ ટકા અને ઇજનેરી, ટેકનોલોજી વગેરેમાં ૧૧ ઉમેદવારોને નોકરીની ઓફર થઇ છે. આ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ૭૫ કંપનીઓએ ભાગ લીધો હતો. આ કોર્સમાં પ્રવેશ લેનારા ૧૩૭ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૭ વિદ્યાર્થીઓે પ્લેસમેન્ટમાં ભાલ લીધો હતો જેમાંથી ૧૧૪ને જુદી જુદી કંપનીઓએ નોકરી ઓફર કરી હતી. બે વિદ્યાર્થીઓએ નોકરીના બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાનુ નક્કી કર્યુ હતુ. જયારે એક વિદ્યાર્થીએ પ્લેસમેન્ટ હોલીડેની મળતી સુવિદ્યાઓનો લાભ લીધો હતો. બાકીના વિદ્યાર્થીઓે પ્લેસમેન્ટમાં ભાગ લીધો નહોતો.
ગતવર્ષની સરખામણીમા ૨૭ નવી કંપનીઓએ આ વર્ષે પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. આમ,ગતવર્ષે સૌથી વધુ ૫૪.૬૦ લાખની સામ આ વર્ષે ૬૦ લાખ રૂપિયાની નોકરી ઓફર થઇ હતી. જયારે વિદેશી કંપનીઓમાં ગતવર્ષે સૌથી વધુ ૭૦૨૪૨ ડોલરની સામે આ વર્ષે ૧૦૯૬૬૬ ડોલરની નોકરી ઓફર થઇ છે.