ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઇએ’ સિલ્વર જ્યુબિલી ઉજવીને 65 લાખ દર્શકો મેળવ્યા છે. ઘણાં વર્ષો પછી એક ગુજરાતી ફિલ્મ 25 સપ્તાહ સુધી સિનેમાગૃહમાં ચાલી છે. જોકે, લોકોએ તો ઘરે બેસીને પણ ફિલ્મને જોઈ છે. લગભગ આખા ગુજરાતના 6.50 કરોડ લોકોમાંથી 5 કરોડ લોકોએ આ ફિલ્મ માણી હોવાનું માનવામાં આવે છે. ફિલ્મની સિદ્ધી છે, ફરી એક વખત ગુજરાતી ફિલ્મનો યુગ આવી ગયો હોય એવું જણાય છે.
નિર્દેશક વિપુલ મહેતા, કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની આ સફળતા છે.
શું છે કથાનક
આદિત્ય પારેખ (યશ સોની) ને તેના રિટાયર પિતા બિપિન ચંદ્ર પરીખ (સિદ્ધાર્થ રાંદેરિયા) જીવનને માણતાં શીખવાડવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ઉત્તરાખંડ જવાનું નક્કી કરે છે. આ ટ્રિપ દરમિયાન તેમની મુલાકાત કેતકી (આરોહી પટેલ) સાથે થાય છે. આ પછી ત્રણેયની ઋષિકેશથી લઈ કેદારનાથના હરિયાળી ભર્યા દ્રશ્યોની આ રોડ ટ્રિપ દરમિયાન અવનવી ઘટનાઓ બને છે. ફિલ્મ ડાયલોગ, એડિટિંગથી લઈ સિનેમેટોગ્રાફી, ધમાકેદાર મ્યૂઝિકનું કોકટેઈલ છે. આ ઉપરાંત ફિલ્મની છેક સુધી જકડી રાખતી સ્ટોરી લાઈન એવું કહીને પૂરી થાય છે કે ‘છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ.’ જે લોકોને ગમી જાય છે.
ઉપેન્દ્ર ત્રિવેદી બાદ ફરી એક વખત ગુજરાતી ફિલ્મો સિલ્વર જ્યુબિલી ઉજવતી થઈ છે.