અમદાવાદના સોલામાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. મૃતક મહીલા આ રેસીડેન્સીમાં પાંચમા માળે રહેતા અંજનાબહેન હોવાનુ ખુલવા પામ્યુ છે. બેદરકારીથી મોત કોણ જવાબદાર. આ ઘટનામાં અંજનાબહેનનું મોત થવા પામ્યુ છે.ઈપીકો,૩૦૪(અ) મુજબ બેદરકારીથી મોતનો ગુનો બને.તો આ મોત પાછળ જવાબદારી કોની,ચીફ ફાયર ઓફીસરની,મ્યુનિસિપલ કમિશનરની,સ્ટેશન ઓફીસરની કે લોકોની? સુરતમાં સ્ટેશન ઓફીસર કીર્તી મોઢને બેદરકારીથી મોતના આરોપસર જેલમાં ધકેલવામાં આવ્યા છે.અમદાવાદમાં આ ઘટના બાદ કોને જેલમાં ધકેલાશે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. આગને પગલે પાંચમાં માળે ફસાયેલ એક વ્યકિતનું ઘરમાં જ ફસાઈ જવાથી મોત થવા પામ્યું હતું.