અમદાવાદ,તા:19
આજથી વારસા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થઇ રયો છે. ત્યારે યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સીટીનું સન્માનભર્યું બિરુદ મળ્યાને પણ બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. અલબત્ત, યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણમુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત ટ્રેફિક -પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવું જેવી શરતો પણ મૂકી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્મારકો અને પોળોમાં આવેલા હેરિટેજ બિલ્ડીંગ્સનું જતન થઇ રહ્યું હોય તેવું લાગતું નથી. કાષ્ઠ પરનું કલાત્મક નકશીકામ ધરાવતા કેટલાય પ્રાચીન મકાનો જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે. શું મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજ વિભાગ હેરિટેજ સિટીની વેદના સાંભળે છે ? તસવીરોમાં (ડાબે) દાયકાઓથી મુલાકાતીઓ માટે બંધ કરાયેલા અજાયબી સમા સારંગપુર સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઝુલતા મિનારા અને ખાડિયાની ધોબીની પોળમાં આવેલું કલાત્મક કાષ્ઠકલા ધરાવતું બે સદી ઉપરાંત જૂનું હેરિટેજ મકાન જણાય છે. ફોટો:કલ્પિત ભચેચ