આઝમ ખાન નું નિવેદન કાયદા મુજબ સ્વીકૃત નથી પૂર્વ IPS ઓફિસર ડી. જી.વણઝારા

ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાની હત્યા સંદર્ભે આઝમખાને પૂર્વા આઈ પી એસ ડી.જી.વણઝારા નો ઉલ્લેખ કરેલા નિવેદન બાદ આજે ડી જી વણઝારા એ પ્રથમ વખત આઝમખાનના આક્ષેપોનો જાહેરમાં રદિયો આપ્યો હતો. પત્રકાર પરિષદ ના માધ્યમથી ડી.જી .વણઝારા એ જણાવ્યું હતું. કે આ સમગ્ર મામલો કોર્ટમાં ન્યાય આધીન છે. એટલે કોઈપણ પ્રકારની ટીપણ કરવી તે અસ્થાને ગણાશે. જોકે હાઇકોર્ટ દ્વારા મને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કાયદાકીય રીતે પણ આઝમ ખાનના આ નિવેદન નું કોઈ મહત્વ રહેતું નથી. આઝમ ખાન એક ગુનેગાર છે .તેના વિરુદ્ધ ગુજરાત ,રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયા છે .એટલે તેણે કરેલું આ નિવેદન મહત્વપૂર્ણ નથી. તેમ જણાવ્યું હતું. આઝમ ખાને કરેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં ડી.જી.વણઝારા એ જણાવ્યું કે. આઝમખાને સીબીઆઇ સમક્ષ નથી કીધી તે વાત કોર્ટ સમક્ષ કહી છે .જેમાં તેણે એવું જણાવ્યું છે કે સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ મારફતે આ હકીકત તેને જાણવા મળી છે.જોકે
 આઝમખાનનું  આ નિવેદન એવિડન્સ વિનાનું છે જે કાયદાના એક્ટ પ્રમાણે સ્વીકૃતનથી .આઝમ ખાનના નિવેદન સામે તમે શું પગલાં લેશો? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટતા કરી હતી. કે તેણે કરેલા નિવેદન ની કોપી મને મળી નથી પરંતુ જ્યારે પણ મને એ કોપી મળશે ત્યારે તેનો અભ્યાસ કરીને કાયદાના મૂલ્યોમાં રહીને હું કાર્યવાહી કરીશ તેમ જણાવ્યું હતું.
તો શું આ કોઈનું ષડયંત્ર છે ?એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ડી જી વણઝારા એ જણાવ્યું હતું. કે હરેન પંડ્યા હત્યા કેસ તુલસી પ્રજાપતિ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ આ ત્રણે કેસની તપાસ સી બી આઈ એ કરી છે. તેના આરોપીઓની પણ ધરપકડ કરી છે .અને આ આખો મામલો સુપ્રીમ કોર્ટ સુધી ચાલ્યો પરંતુ હાલ જે મારા વિરુદ્ધ નું જે નિવેદન છે. એમાં ષડયંત્ર કરવામાં આવતું હોય તેવું મારું માનવું છે. ભૂતકાળમાં પણ આજ કેસો ની અંદર ગુજરાત પોલીસને ખૂબ જ સહન કરવું પડ્યું છે .અને પારાવાર તકલીફો વેઠવી પડી છે. એટલે ષડયંત્ર છેજ પણ  મારી પાસે હાલ કોઈ આ અંગેની નક્કર માહિતી નથી . પરંતુ પરદા પાછળ કોઈ રમત ચાલતી હશે. તેનોઆ  એક ભાગ છે તેમ જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ડી જી વણઝારા એ જણાવ્યું હતું કે તપાસ કરતી એજન્સી સીબીઆઇએ એ આઝમખાનનું 164 નું નિવેદન લીધું હતું .જેમાં પણ મારા પર થયેલા આક્ષેપો ના મુદ્દા નો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી.